ઉત્તર કોરિયામાં કોરોનાનો નિયમ તોડનારાઓને મોતની સજા મળી રહી છે
નવીદિલ્હી, ઉત્તર કોરિયામાં કોરાનાની ગાઇડલાઇનનું પાલન ન કરવા પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જે લોકો કોરોનાના નિયમોનું પાલન કરી રહ્યાં નથી તેમના માટે બંદી શિબિર કે ડિટેંશન કેમ્પ ખોલવામાં આવ્યા છે અને આ લોકોને સ્પેશલ ક્મિનલ કહેવામાં આવી રહ્યાં છે રિપોર્ટ અનુસાર ઉત્તર કોરિયાના મુખ્ય નેતા કિમ જાેગ ઉને આ હાઇ સિકયોરિટી કેમ્પને ખોલવાની મંજુરી આપી દીધી હતી કોરોનાની ગાઇડલાઇનનું પાલન ન કરનારાને આ બંદી શિબિરોમાં લાવવામાં આવી રહ્યાં છે અને આ લોકોની સાથે અમાનવીય રીતે વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.
નોર્થ કોરિયા વર્કસ પાર્ટીએ એક નવી પોલીસીનું નિર્માણ કર્યું છે જે હેઠળ કોરોના ગાઇડલાઇનનું પાલન નહીં કરનારાને ખાસ રીતના અપરાધી કરવામાં આવશે અને આ લોકોને પોલિટિકલ ક્રાઇમના દોષી માનવામાં આવશે આ લોકો માટે હ્યાચોનમાં એક પોલિટિકલ કેમ્પ બનાવવામાં આવ્યો છે.
રિપોર્ટ અનુસાર મિનિસ્ટ્રી ઓફ સોશલ સિકયોરિટીએ આ કેમ્પનું નિર્માણ કરાવ્યું છે અને આ કેમ્પનું લોકેશન કોલસાની ખાણની પાસે છે એ યાદ રહે કે નોર્થ કોરિયા સતત દાવો કરે છે કે તેમના દેશમાં કોરોનાના વાયરસના મામલા નથી આ કેમ્પમાં લોકોની સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવી રહ્યો છે અને ખુબ યાતનાઓ આપવામાં આવી રહી છે લોકોને ટોર્ચર કરવામાં આવી રહ્યાં છે એક રિપોર્ટ અનુસાર ડિસેમ્બરમાં એક દિવસમાં ૫૩ લોકોને આ કેમ્પમાં લાવવામાં આવ્યા હતાં જેમાંથી છ લોકોના આગામી દિવસે મોત નિપજયા હતાં આ પહેલા પણ એક અહેવાલ આવ્યા હતાં કે કિમ જાેગે કોરોનાની ગાઇડલાઇનનું પાલન ન કરનાર એક વ્ક્તિને જનતાની સામે જ ગોળી મરાવી દીધી હતી.HS