Western Times News

Gujarati News

ખાલિસ્તાની આતંકવાદી સુખ બિકરીવાલને દુબઇથી ભારત લવાયો

નવીદિલ્હી, લાંબા સમયથી ખાલિસ્તાની આતંકીઓ પર શિકંજાે કસી રહેલ ભારતની સુરક્ષા એજન્સીઓને ગુરૂવારે એક મોટી સફળતા હાથ લાગી છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ માટે પંજાબમાં ટારગેટ કિલિંગ કરનારા મોસ્ટ વોન્ટેડ ગેગસ્ટર અને ખાલિસ્તાની આતંકી સુખ બિકરીવાવે સુરક્ષા એજન્સીઓ દુબઇથી ડિપોર્ટ કરી દિલ્હી લાવ્યા છે. અહીં દિલ્હી વિમાની મથક પર તેની દિલ્હી પોલીસની સ્પેશલ સેલ ટીમે ધરપકડ કરી લીધી છે.

એ યાદ રહે કે દિલ્હી પોલીસે ડિસેમ્બરની શરૂઆતી અઠવાડીયામાં પાંચ આતંકવાદીને પકડયા હતાં તેમની પુછપરછમાં બિકરીવાલને લઇ ખુલાસો થયો હતો. દિલ્હીમાં ડિસેમ્બરની શરૂઆતમાં ધરપકડ કરવામાં આવેલ આતંકીઓમાંથી ત્રણે પંજાબમાં પોલીસ અધિકારી બલવિંદર સંધુની હત્યા કરી હતી ત્રણેય અપરાદિઓએ આ વાતને લઇ પુછપરછમાં કબુલ કર્યું હતું કે તેને સંધુની હત્યા માટે સુખ બિકરીવાલે દુબઇથી હુકમ કર્યો હતો બિકરીવાલે પાકિસ્તાની ગુપ્તચક એજન્સી આઇએસઆઇના ઇશારા પર તેમને આ આદેશ આપ્યો હતો.

દુબઇમાં રહેવા દરમિયાન બિકરીવાલે પોતાના વેશ બદલી લીધો હતો તેણે પોતાની દાઢી પણ વધારી લીધી હતી સુત્રોએ કહ્યું કે દિલ્હીમાં પકડાયેલ આતંકીઓના ખુલાસા બાદ દુબઇ ખાતે સુખ બિકરીવાલના ફલેટ પર દરોડો પાડવામં આવ્યો હતો અને તેને હિરાસતમાં લેવામાં આવ્યો હતો.

એ યાદ રહે કે સોમવારે દિલ્હી પોલીસની સ્પેશલ સેલે શકરપુર વિસ્રમાં અથડામણ બાદ પાંચ આતંકીઓની ધરપકડ કરી હતી તેમાંથી બે આતંકી કાશ્મીર અને ત્રણ પંજાબના રહેનાર હતાં પોલીસનું કહેવું છે કે એવું પ્રતીત થઇ રહ્યું છે કે ઇસ્લામિક અને ખાલિસ્તાની આતંકીઓએ એક બીજાની સાથે હાથ મિલાવ્યા છે.

દિલ્હી પોલીસે કહ્યું કે આ આતંકીઓનો હેતુ ભારતની વિરૂધ્ધ ખાલિસ્તાની આંદોલન ઉભું કરવાનો છે ગેંગસ્ટર સખ બિકરીવાલ આઇએસઆઇનો મોહરો હતો જે પંજાબમાં ટારગેટ કિલિંગ માટે આદેશ આપતો હતો કહેવાય છે કે બિકરીવાલે જ આતંકીનો સફાયો કરી રહેલ બલવિંદર સિંહ સિંધુની હત્યા કરવા માટે પકડાયેલ પાંચ આતંકીઓમાંથી ત્રણને સુપારી આપી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.