ભારતની પહેલી વેક્સિન કોવિશીલ્ડને મંજૂરી
નવી દિલ્હી, કોરોના વેક્સિનને લઈને સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીની આજે મહત્વની બેઠક મળી. જેમાં ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સિન કોવિશીલ્ડને ઈમરજન્સી એપ્રુવલ આપવામાં આવી છે. જાણકારી મુજબ આ બેઠકમાં ફાઈઝર, ભારત બાયોટેક અને સીરમ ઈન્સ્ટિટ્યૂટ ત્રણેયને એક પછી એક પછી પોતપોતાનું પ્રેઝન્ટેશન આપવાનું છે. આ બેઠકમાં ઝાયડસ કેડિલા પણ સામેલ છે.
અત્યાર સુધીમાં સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (SII),ભારત બાયોટેક અને ફાઈઝરે ઈમર્જન્સી યુઝ માટે મંજૂરી માટે અરજી કરી છે. સીરમ ઈન્સ્ટિટ્યુટ કોવીશીલ્ડ નામની વેક્સિન તૈયાર કરી રહી છે. તેને ઓક્સફોર્ડ યુનિવર્સિટી તથા ફાર્મા કંપની એસ્ટ્રાજેનેકાએ તૈયાર કરી છે. સીરમ ઈન્સ્ટિટ્યુટ ઉપરાંત સ્વદેશી વેક્સિન તૈયાર કરનારી ભારત બાયોટેકે બુધવારે પેનલ સમક્ષ રજૂ કરી હતી. જ્યારે, અમેરિકાની કંપની ફાઈઝરે પોતાનો ડેટા રજૂ કરવા માટે વધુ સમય માંગ્યો છે. જોકે ફાઈઝરે WHO એ એક દિવસ અગાઉ ઈમર્જન્સી યુઝ માટે મંજૂરી આપી છે.
એક્સપર્ટ પેનલ પાસેથી મંજૂરી મળ્યા બાદ કંપનીઓની એપ્લિકેશન ડ્રગ્સ કન્ટ્રોલ જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) પાસે ફાઈનલ મંજૂરી માટે જશે. સરકાર આ મહિને વેક્સીનેશન શરૂ કરવા માટે તૈયાર કરી રહી છે. આ માટે આવતી કાલે એટલે કે 2 જાન્યુઆરીના રોજ સમગ્ર દેશમાં વેક્સીન ડ્રાઈ રન કરવામાં આવેલ છે.
આ અગાઉ ગુરુવારે ડ્રગ્સ કન્ટ્રોલ જનરલ ડો.વીજી સોમાનીએ કહ્યું હતુ કે અમારા માટે નવું વર્ષ હેપ્પી હશે, જોકે આ વર્ષમાં આપણી પાસે કંઈક હશે. આ સાથે એવી શક્યતા છે કે ટૂંક સમયમાં વેક્સીનને મંજૂરી મળી શકે છે. ભારત અમેરિકા ાદ કોરોનાથી અસર પામેલ વિશ્વનો બીજો સૌથી મોટો દેશ છે. સરકારે આગામી છ થી આઠ મહિનામાં 30 કરોડ લોકોને વેક્સીન લગાવવાની યોજના છે.