મુરાદનગરના સ્મશાનઘાટ પર છત પડવાથી 18 ના મોત
ગાઝિયાબાદ, ઉત્તર પ્રદેશના જિલ્લા ગાઝિયાબાદ સ્થિત મુરાદનગર સ્મશાન ઘાટમાં થઈ રહેલા નિર્માણ દરમિયાન મૂશળધાર વરસાદ થવાના કારણે છત ધરાશાયી થઈ હતી. અનેક લોકો કાટમાળમાં દબાયા હોવાની આશંકા છે. એવું કહેવામાં આવે છે કે આ દુર્ઘટનામાં ૧૫ લોકોના મોત થયા છે.
સીએમ યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારોને ૨-૨ લાખ રુપિયાની આર્થિક સહાયતા આપવાની જાહેરાત કરી છે. ઘટનાસ્થળે રાહત અને બચાવકાર્ય ટીમ પણ પહોંચી છે. આ દુર્ઘટનાથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ એક્શન લીધા છે. યોગીએ ડીએમ અને એસએસપીને પ્રભાવી રીતે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવાના નિર્દેશ આપ્યા છે.
ઉત્તરપ્રદેશના ઔદ્યોગિક શહેર અને દિલ્હીની નજીક ગાઝિયાબાદમાં એક ભીષણ દુર્ઘટના થઈ છે. મુરાદનગરના સ્મશાનઘાટ પરિસરમાં છતનું નિર્માણ થવા જઈ રહ્યું હતું. આ દરમિયાન વરસાદ થવાના કારણે છત ધરાશાયી થઈ. અનેક ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
નોંધનીય છે કે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા હતભાગીઓ અંતિમ સંસ્કાર કરવા માટે અહીં આવ્યા હતાં. ગાઝિયાબાદના મુરાદનગરમાં સવારે સાડા ત્રણ કલાકથી સવારે આઠ કલાક સુધી વરસાદ થયો હતો. વરસાદ હજુ પણ અટકી-અટકીને પડી રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર જે ભવન પડ્યું છે તે ૧૦ વર્ષ જૂનું છે. જેનું નિર્માણ નગરપાલિકાએ કર્યું હતું.