Western Times News

Gujarati News

દિલ્હી અને નોઇડામાં વરસાદ, ઠંડી વધી

નવીદિલ્હી, દિલ્હી-એનસીઆરમાં રવિવાર સવારે વીજળીના ચમકારાઓ સાથે વરસાદ થવાથી ઠંડીમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. નોઈડામાં સવારની શરૂઆત જાેરદાર વરસાદ સાથે થઈ. આ સતત બીજાે દિવસ છે કે દિલ્હી-એનસીઆરમાં વરસાદ પડ્યો છે. વરસાદના કારણે ઠંડીનો પ્રકોપ વધી ગયો છે. વીજળીના ચમકારા અને વાદળોની ગર્જનાની સાથે વરસાદ પડવાથી ઠંડી વધુ ગઈ છે.

આ પહેલા શનિવારે પણ દિલ્હીની આસપાસના વિસ્તારો નોઈડા અને ગાજિયબાદમાં વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ પૂવાનુમાનમાં જણાવ્યું હતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં જાેવા મળી રહી છે.

આ કારણથી દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ સહિત અન્ય સ્થળો પર હવામાનમાં ફેરફાર અનુભવાઈ રહ્યો છે. શનિવારે દિલ્હીના અલગ-અલગ વિસ્તારો અને એનસીઆરમાં વરસાદ પડ્યો.

બીજી તરફ દેશની રાજધાની દિલ્હીમાં નવા વર્ષની પહેલી સવાર ઘેરા ધુમ્મસથી છવાયેલી રહી હતી. સ્થિતિ એવી હતી કે થોડી દૂર જાેવું પણ મુશ્કેલ થઈ ગયું હતું. સવારમાં વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખીને પણ વાહન ચલાવવામાં તકલીફ પડી રહી હતી. ઠંડી વધવાથી શીત લહેર જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. એવામાં બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી છે.

નાઇટ શેલ્ટર હોમ બન્યા આશરો – ઘેરા ધુમ્મસના કારણે ગાડીઓને ધીમે ધીમે ચલાવવી પડે છે. પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને સિંઘુ બોર્ડર ઉપર પણ સવારે વરસાદનો સામનો કરવો પડ્યો. હવામાન વિભાગે પહેલા જ ઠંડી વધવાની આગાહી કરી હતી. દિલ્હીમાં હાલમાં જાેરદાર ઠંડી પડી રહી છે. એવામાં નાઇટ શેલ્ટર હોમ ઘર વગરના લોકો માટે એકમાત્ર આશરો છે. દિલ્હીની બોર્ડરો પર કૃષિ બિલો વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોની સ્થિતિ પણ વરસાદના કારણે કફોડી થઈ છે. તેઓ આ તકલીફ સહન કરીને પણ પોતાનું આંદોલન ચલાવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.