કોરોના સામેની લડાઈમાં નરેન્દ્ર મોદી વિશ્વમાં પ્રથમ
ડોનાલ્ડ ટ્રમ્પ સહિતના નેતાઓને નેગેટિવ રિમાર્ક મળ્યાઃ વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ ગીચ ભારતમાં કોરોનાને ઝડપથી કાબુમાં લેવા તથા મહત્વપૂર્ણ ગાઈડલાઈન બનાવી તેનો અમલ : કરવાથી કોરોના પ્રસરતો અટક્યો
વડાપ્રધાન મોદીએ કોરોના કાળમાં પ્રથમ દિવસથી જ વેક્સિન બનાવતી કંપનીઓ સાથે ચર્ચા કરી સતત પરિસ્થિતિ પર નજર રાખી: વિશ્વના અનેક દેશો રસી મેળવવા વલખા મારી રહયા છે ત્યારે ભારતમાં ગણતરીના દિવસોમાં જ રસીકરણની ઝુંબેશ શરૂ થઈ જશે:
WHO સહિતની સંસ્થાઓએ કોરોના સામેની લડાઈ લડનાર નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી
ભારતમાં વર્ષો પછી સતત બીજી ટર્મ સ્પષ્ટ બહુમતી સાથેની સરકાર રચાતા અનેક મહત્વપૂર્ણ નિર્ણયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધા છે અને દેશભરના નાગરિકોને વડાપ્રધાન પદની ગરિમા પ્રજવલિત કરી છે વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીએ લીધેલા મહત્વપૂર્ણ નિર્ણયોના કારણે તેમની લોકપ્રિયતામાં સતત વધારો થઈ રહયો છે અને તેઓ ભારતના નાગરિકો સાથે સીધો સંપર્ક ધરાવતા હોવાથી વિપક્ષો પણ તેમની સામે વામણા પુરવાર થઈ રહયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એનડીએ માટે હાલ વન મેન આર્મીની ભૂમિકા ભજવી રહયા છે. ભારત દેશમાં ગરીબોના ઘરમાં ગેસનો બાટલો તથા વીજળી પહોંચાડવાની મહત્વપૂર્ણ કામગીરી તેમણે કરતાં વિશ્વભરના દેશોએ તેમની પ્રશંસા કરી છે. વૈશ્વિક રાજકારણમાં અમેરિકા જેવી મહાસત્તાના પ્રમુખ કરતા પણ વધુ લોકપ્રિયતા મેળવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકપ્રિયતાના શિખરની ટોચ પર બેઠા છે. અનેક દુરંદેશી કાર્યક્રમો હજી જાહેર કરવાના બાકી છે. નરેન્દ્ર મોદી આજે વિશ્વના અનેક દેશોમાં સૌથી વધુ લોકપ્રિય નેતા તરીકે ખ્યાતિ પ્રાપ્ત બન્યા છે અને હવે તેમાં વધુ એક યશ કલગી ઉમેરાઈ છે.
વિશ્વભરના દેશો કોરોના સામે લડાઈ લડી રહયા છે. અમેરિકા જેવા મહાસત્તા અને વિકસિત દેશમાં કોરોનાના કારણે વ્યાપક પ્રમાણમાં માનવ જીંદગી હોમાઈ છે ત્યારે બીજીબાજુ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક પછી એક મહત્વપૂર્ણ નિર્ણયો લઈ કોરોના સામે આયોજનબદ્ધ રીતે લડાઈ લડવાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
એટલું જ નહી પરંતુ કોરોના ફેલાતા જ તેમણે પ્રથમ દિવસથી જ કોરોનાની વેકિસન બનાવવાની કામગીરી પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું ફળ સ્વરૂપે આજે ભારત દેશમાં ગણતરીના કલાકોમાં જ રસીકરણની ઝુંબેશ શરૂ થઈ જવાની છે. આટલા મોટા દેશમાં ગીચ વસ્તી હોવા છતાં રસીકરણનું માળખુ આયોજનબદ્ધ રીતે ગોઠવી દેવામાં આવ્યું છે આ તમામ કામગીરીમાં વડાપ્રધાન મોદીએ સરકારી ટેકનોલોજીનો ખુબ જ યોજનાબદ્ધ રીતે ઉપયોગ કર્યો છે અને તેમની આ કામગીરીથી સમગ્ર વિશ્વના નેતાઓ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. પરિણામે કોવિડ-૧૯ વિરૂધ્ધની લડાઈમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વમાં પ્રથમ નંબરે આવ્યા છે.
ચીનમાંથી ફેલાયેલા કોરોના વાયરસે વિશ્વના તમામ દેશોને પોતાની ચપેટમાં લીધા છે અમેરિકા સહિતના દેશોમાં કોરોનાના કારણે લાખો નાગરિકો તેમા સપડાયા છે અને આ દેશોમાં મૃત્યુદર પણ ખુબ જ ઉંચો છે. અમેરિકાએ કોરોનાના મુદ્દે ચીન સામે લશ્કરી કાર્યવાહી કરવા સુધીની તૈયારીઓ કરી દીધી હતી. યુ.કે.માં પણ આજ પરિસ્થિતિ જાેવા મળતી હતી. રશિયામાં પણ કોરોનાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. સમગ્ર વિશ્વ કોરોના સામે ઝઝુમી રહયુ હતું ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતમાં પ્રથમ કેસ નોંધાયો કે તરત જ એકશનમાં આવી ગયા હતાં.
ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ સહિતના દેશોમાં કોરોના ગંભીર સ્વરૂપ ધારત કરશે તેવી દહેશત વ્યકત કરવામાં આવતી હતી પરંતુ ભારતમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકશનમાં આવી ગયા હતાં અને સૌ પ્રથમ ભારતમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. પ્રથમ દિવસથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉનની સાથે સાથે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતાં કોરોનાનો વ્યાપ વધે નહી તે માટે એક બાજુ લોકડાઉન સહિતની કામગીરી ચાલી રહી હતી ત્યારે બીજીબાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની દુરંદેશી નીતિના કારણે તેમણે રસી બનાવવા માટે દવા બનાવતી જાણીતી કંપનીઓ સાથે યુધ્ધના ધોરણે ચર્ચાઓ શરૂ કરી હતી અને અત્યંત ખાનગી અને ઝડપથી આ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.
વિશ્વના અનેક દેશોમાં હજુ કોરોનાની રસી ઉપલબ્ધ થઈ શકી નથી ત્યારે ભારતમાં રસી બનાવવાની કામગીરી ખુબ જ ઝડપથી ચાલી રહી હતી તેનુ પરિક્ષણ પણ કરવામાં આવી રહયું હતું ભારતમાં કુલ પ થી વધુ જગ્યાઓ ઉપર રસી બનાવવાની કામગીરી ચાલતી હતી અને આ તમામ કામગીરી પર વડાપ્રધાન મોદી સતત નજર રાખી રહયા હતાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસ પહેલા જ પુના, હૈદરાબાદ અને અમદાવાદમાં આવેલી આ કંપનીઓમાં પહોંચી જઈ જાત નિરીક્ષણ કર્યું હતું. ત્રણેય કંપનીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પુરતા પ્રમાણમાં વેકિસનનો જથ્થો ઉપલબ્ધ થઈ જશે તેવી ખાતરી આપ્યા બાદ વડાપ્રધાન મોદીએ તાત્કાલિક સમગ્ર દેશમાં એક સાથે રસીકરણની ઝુંબેશ શરૂ થાય તે માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. સરકારી મશીનરીનો યોગ્ય અને અસરકારક ઉપયોગ તેમણે શરૂ કર્યો હતો.
વડાપ્રધાન મોદીની આ કામગીરીથી વિશ્વના અનેક દેશોના નેતાઓ તેમને અનુસરવા લાગ્યા હતા પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના સામેની લડાઈમાં ખુબ જ આગળ નીકળી ગયા હતાં. સૌ પ્રથમ હ્યુ એ વડાપ્રધાન મોદીની કામગીરીના ખુબ જ વખાણ કર્યાં હતાં ત્યારબાદ રસીકરણ સહિતની ઝુંબેશની કામગીરી શરૂ થઈ રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ કામગીરી ખુબ જ અસરકારક સાબિત થવાની છે કોરોના વાયરસ સામેની લડાઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દુરંદેશીની નીતિના કારણે આજે ભારતમાં વ્યાપક પ્રમાણમાં રસીકરણ શરૂ થઈ જવાનું છે. અમેરિકાની જાણીતી કન્સલ્ટ સેન્ટરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કામગીરીની પ્રશંસા કરી છે અને આ અંગેનો સર્વે કરતા વિશ્વભરના રાષ્ટ્ર પ્રમુખોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કામગીરી પ્રથમ ક્રમાંકે રહેવા પામી છે.
અમેરિકાની ડેટા કન્સલ્ટે કરેલા સર્વેમાં મોદીની વિશ્વભરના દેશોમાં પ્રશંસા થઈ રહી છે એટલું જ નહીં પરંતુ માઈક્રો સોફટના સંસ્થાપક બીલ ગેટ્સે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી તેમણે કોરોના સામે કરેલી કામગીરીના ભરપેટ વખાણ કર્યાં છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હજુ અહીયાથી અટકવાના નથી કોરોનાના ઉદ્ભવ સ્થાનો તથા તેની સામે રસીકરણની ઝુંબેશ માટેની તમામ પ્રક્રિયા મોદીએ તેમની નજર સામે જ કરી છે. કોરોના સામેની લડાઈના સર્વેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ નંબરે આવતા જ આજે વિશ્વભરના દેશોમાં તેમની લોકપ્રિયતામાં અસામાન્ય ઉછાળો જાેવા મળી રહયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પપ પોઈન્ટ મળ્યા છે જે વિશ્વના તમામ નેતાઓ કરતા વધુ છે. ડોનાલ્ડ ટ્રમ્પ સહિતના નેતાઓને નેગેટિવ પોઈન્ટ મળ્યા છે.
કોરોના સામેની લડાઈમાં નરેન્દ્ર મોદીની કામગીરીથી તેઓ પોતે વધુ મજબુત બન્યા છે વિપક્ષોના પાયા વિહોણા આક્ષેપો વચ્ચે મોદીએ તેમણે પોતાના લક્ષ પર ધ્યાન કેન્દ્રિત રાખ્યુ હતું. બ્રિટિશના વડાપ્રધાનને પણ નેગેટિવ રેન્કીંગ મળ્યું છે ભારતમાં કોરોના સામેની આયોજનબદ્ધ લડાઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સિંહ ફાળો છે અને તેમણે પ્રથમ દિવસથી જ પોતાની કામગીરી અવિરતપણે ચાલુ રાખી હતી. વચ્ચે ચીન સામેની તંગદિલીમાં પણ તેઓ અનેક મોરચે ઉભા રહયા હતાં અને આજે ભારતમાં રસીકરણની ઝુંબેશ આયોજનબદ્ધ રીતે જ શરૂ થવાની તૈયારી છે.
અમેરિકામાં રસીકરણની જાહેરાત કરી દેવામાં આવી છે પરંતુ હજુ સુધી રસીકરણની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલી રહી છે. આ તમામ કામગીરીની નોંધ રિસર્ચમાં લેવામાં આવી છે. વિશ્વના ૧૩ મોટા અને વિકસિત દેશોના પ્રમુખોની કામગીરીનો સર્વે કરાયો હતો જેમાં અમેરિકા, રશિયા, જાપાન, બ્રિટન, જર્મનીનો સમાવેશ થાય છે અને તેમાં વડાપ્રધાન મોદી હૈ તો મુમકીન હૈ તે સાબિત કરીને બતાવ્યું છે.