Western Times News

Gujarati News

શામળાજી પોલીસે કારમાંથી ૮૬ હજાર અને પલ્સરમાંથી ૧૨ હજારનો દારૂ ઝડપ્યો 

રાજયના સરહદી જિલ્લા અરવલ્લીમાં થર્ટી ફસ્ટને લઈને  પોલીસવડા સંજય ખરાત ના સીધા માર્ગદર્શન હેઠળએસઓજી,
એલસીબી અને પેરોલ ફર્લો સ્કોડ સહિત બોર્ડર વિસ્તારના ૪ પોલીસ સ્ટેશનોની કુલ મળી ૭ ટીમોના ૧૦૦ થી વધુ જવાનોએ સઘન પેટ્રોલીંગ હાથ ધરતા અને ચુસ્ત નાકાબંધીના પગલે બુટલેગરો નિષ્ક્રીય થઇ ગયા હતા ધીરે ધીરે આંતરાજ્ય સરહદો પર નાકાબંધી હટતા બુટલેગરો એનકેન પ્રકારે વિદેશી દારૂ ઘુસાડવા સક્રીય થઇ ગયા છે

શામળાજી પોલીસ રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરતા રીટઝ કારમાં બૂટલેગરો વિદેશી દારૂ ભારી પસાર થતી કારે ચકમો આપી ભગાવી મુકતા પોલીસે બસસ્ટેન્ડ નજીક નાકાબંધી કરી ઝડપી પાડી ૮૬ હજારથી વધુનો દારૂ ઝડપ્યો હતો એલસીબી પોલીસને જોઈ બાઈક સવાર બુટલેગર રોડ પર બાઈક મૂકી ફરાર થઇ જતા પોલીસે ૧૨ હજારથી વધુનો દારૂ ઝડપી સંતોષ માન્યો હતો.

શામળાજી પોલીસે અણસોલ ગામની સીમમાં રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકીંગ હાથધરતાં પુરપાટ ઝડપે પસાર થતી રીટઝ કારને ઉભી રાખવાનો પ્રયત્ન કરતા કાર ચાલક નાકાબંધી તોડી કાર ભગાવી મુકતા પોલીસે પીછો કરતા અને પોલીસને જાણ કરતા અન્ય એક ટીમે શામળાજી બસ સ્ટેન્ડ નજીક વોચમાં ગોઠવાઈ પીએસઆઈ અનંત  દેસાઈએ નાકાબંધી કરી રીટઝ કારને અટકાવી તલાસી લીધી હતી.

કારની પાછળની સીટમાંથી અને ડેકીમાંથી ક્વાંટરીયા નંગ-૧૪૪૦ કીં.રૂ.૮૬૪૦૦/- નો જથ્થો જપ્ત કરી કાર ચાલક મોયુનુંદ્દીન હકીમમોંહમ્દ મન્સૂરી અને સહજાદ નબીનુંર રંગરેજ (બંને.રહે,ભીલવાડા-રાજ)ને દબોચી લઈ કાર,દારૂ અને મોબાઈલ મળી કુલ.રૂ.૨૮૮૪૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી બંને બુટલેગરો વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

એલસીબી પીઆઈ આર કે પરમારના માર્ગદર્શન હેઠળ તેમની ટીમે નાંદીસણ પાટીયા નજીક પેટ્રોલીંગ હાથધર્યું હતું પોલીસ વોચ જોઈ શામળાજી તરફથી આવી રહેલ પલ્સર બાઈક બે શખ્સો રોડ પરજ બાઈક ઉભું રાખી હવામાં ઓગળી જતા પેટ્રોલીંગમાં રહેલી એલસીબી પોલીસ બીનવારસી પ્લસર બાઈક પાસે પહોંચી હતી.

બાઈક પર લટકાવેલ થેલામાંથી વિદેશી દારુના ટેટ્રા પેક-૮૪ કીં.રૂ.૧૨૬૦૦/-નો જથ્થો મળી આવતા પોલીસે દારૂ અને બાઈક મળી કુલ રૂ.૫૨૬૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી બાઈક પર દારૂની ખેપ મારનાર અજાણ્યા બે બુટલેગરો સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.