Western Times News

Gujarati News

વડોદરા કોયલી મુકામે કોપ્લેક્ષની દુકાનો તોડી ચોરી કરનાર બે ઇસમો પકડી ૩ ચોરીઓના ગુનાઓ ડીટેકટ કરતી ચકલાસી પોલીસ

ખેડા – નડીયાદ જીલ્લામાં રાત્રીની ઘરફોડ ચોરીઓ વધવા પામેલ જે ચોરીઓ અટકાવવા પોલીસ અધિક્ષક  ખેડા – નડીયાદ નાઓએ જરૂરી સુચનાઓ આપેલ અને અગાઉ ચોરીઓના ગુનાઓમાં સંડોવાયેલ ઇસમોની પ્રવૃતિઓ ઉપર વોચ તપાસ રાખવા માટે જણાવેલ જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક  નડીયાદ તથા સર્કલ પો.ઇન્સ  ડાકોર નાઓએ પણ પો.સ્ટે . વિસ્તારમાં આ બાબતે જરૂરી તકેદારી રાખવા સુચનાઓ આપી હતી.

તા .૦૪ / ૦૧ / ૨૦૨૦ ના રોજ ચકલાસી પો.સ્ટે.ના સી.પો.સબ.ઇન્સ . જે.આર.પટેલ તથા સર્વેલન્સ સ્કોર્ડના અહેડકો હસુમખભાઇ  તથા સોહીલમહંમદ  અશોકસિહ, મનુભાઇ , ચંદ્રકાંત  ચકલાસી પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કો નાઓને સંયુકત બાતમી હકિકત મળેલ કે અગાઉ ચોરીઓના ગુનામાં સંડોવાયેલ જગદીશભાઇ ઉર્ફે જીગો ગોરધનભાઇ રાઠોડ રહે .

સામરખા તા.જી. આણંદ તથા મુકેશભાઇ ઉર્ફે બાલી રમેશભાઇ સોલંકી રહે . કરમસદ નાઓ ચોરીની મોટર સાયકલ સાથે ચકલાસી તરફ આવે છે . જેથી સદરહુ ઇસમોને રાધુપુરા પાટીયા પાસે રોકી તેઓની પાસેની મોટર સાયકલ નંબર જી.જે. ૨૩ કયુ ૯૩૦૪ બાબતે પુછતા કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી અને સદરહુ બંન્ને ઇસમોને વિશ્વાસમાં લઇ યુકિત પ્રયુકતિથી સઘન પુછપરછ કરતા બંન્ને આરોપીઓએ ઉપરોકત મોટર સાયકલ ચકલાસી મહાદેવભાગોળ પાસેથી રાત્રીના સમયે ચોરી કરેલાનુ જણાવેલ .

અન્ય ચોરીઓ બાબતે પુછપરછ કરતા બંન્ને ઇસમો તથા તેમની સાથે ડભાણ પિન્ટ માસ્તરના કુવા પાસે રહેતો જયેશભાઇ ઉર્ફે ભોલીયો રમણભાઇ સોઢા મળી ત્રણેય ઇસમોએ ચકલાસી મહાદેવ ભાગોળની બાજુમાંથી ઉપરોકત મોટર સાયકલની ચોરી કરી તથા ઉપરોકત જગદીશભાઇ ઉર્ફે જીગો ગોરધનભાઇ રાઠોડ તથા મુકેશભાઇ ઉર્ફે બાલી રમેશભાઇ સોલંકી તથા જયેશભાઇ ઉર્ફે ભોલીયો રમણભાઇ સોઢા નાઓ સાથે મળી

ચોરીની મોટર સાયકલ લઇ મહુધા અલીણા ચોકડીએ આવેલ દસ થી પંદર દુકાનોના શટરના નકુચા તોડી દુકાનોમાંથી રોકડ રૂપિયા તથા બુટ , કપડા તથા અન્ય ચીજવસ્તુઓની ચોરી કરેલાનું કબુલાત કરેલ તથા તે પછી વડોદરા જવાહરનગર પોલીસ સ્ટેશનના કોયલી રીફાયનરી રોડ ઉપર આવેલ સાગર પ્લાઝા કોમ્લેક્ષમાં જઇ રાતના સમયે આશરે ૧૫ થી ૧૭ દુકાનોના શટરના નકુચા તોડી અંદરથી રોકડ રૂપિયા તથા ચીજવસ્તુઓની ચોરીઓ કરેલાનું કબુલાત કરેલ છે અને જયેશભાઇ ઉર્ફે ભોલીયો રમણભાઇ સોઢા  રહે.ડભાણ ને પકડવા તજવીજ હાથધરી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.