Western Times News

Gujarati News

ચોરોએ માસ્ક કારોનાથી બચવા નહીં CCTV કેમેરા ઢાંકવા ઉપયોગ કર્યો

હાલ કોરોનાનું સંક્રમણથી બચવા અને સંક્રમણ અટકાવવા માસ્ક પહેરવું ફરજીયાત છે ત્યારે માસ્કની મદદથી અનેક ચોર-લૂંટારું ટોળકી ચોરીની ઘટનાને અંજામ આપવા માસ્કનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે ત્યારે મોડાસા શહેરના હજીરા વિસ્તારમાં ભંગારની દુકાનમાં ત્રાટકેલા તસ્કરોએ દુકાન બહાર લાગેલા સીસીટીવી કેમેરાને માસ્કથી ઢાંકી ૫ લાખ રૂપિયા જેટલા તાંબા,એલ્યુમિનયમ અને પિત્તળનો ભંગારની ચોરી કરી ફરાર થઇ જતા હજીરા વિસ્તારમાં ધંધો કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે

મોડાસા શહેરમાં પોલીસ તંત્રની કામગીરી સામે સતત સવાલો પેદા થઇ રહ્યા છે ચોરીની ઘટનાના પગલે મોડાસા ટાઉન પોલીસ ઘટનાસ્થળે દોડી રાબેતા મુજબની કાર્યવાહી હાથધરી હતી શહેરમાં નાઈટ પેટ્રોલીંગ સઘન બનાવવા લોકમાંગ પ્રબળ બની છે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી

મોડાસાના હજીરા વિસ્તારમાં નંદુ દાલબાટી સામે આવેલ જય અંબે પટેલ નામની ભંગારની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપે તે પહેલા દુકાન બહાર લગાડેલ સીસીટીવી કેમેરાને એક તસ્કરે પહેરેલ માસ્ક કાઢી ઢાંકી દીધો હતો ત્યારબાદ શટરનું લોક કાપી દુકાનમાં રહેલો તાંબા,એલ્યુમિનિયમ અને પિત્તળનો અધધ ૧૦૦૦ થી વધુ કિલો ભંગારની ચોરી કરી ફરાર થઇ ગયા હતા

દુકાન માલિક પન્નાજી ગણાજી કુંપાવત બીજા દિવસે સવારે દુકાને પહોંચતા દુકાનનું તાળું તૂટેલું જોતા જ દુકાનમાં ચોરી થઇ હોવાનું જણાઈ આવ્યું હતું આ અંગે મોડાસા ટાઉન પોલીસને જાણ કરતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથધરી દુકાનમાલિકની ફરિયાદના આધારે અજાણ્યા ચોર ઈસમો સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા ટાઉન પોલીસે સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગના આધારે પોલીસને પડકાર ફેંકનાર તસ્કર ટોળકીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.