પંજાબમાં આવતી કાલથી શાળાઓ શરુ થશે, 5 થી 12 ધોરણ સુધીના વર્ગો ચાલશે

અમૃતસર, માર્ચ મહિનાથી બંધ પડેલી શાળાઓ ધીમે ધીમે હવે ખુલી રહી છે. દેશના અમુક રાજ્યોમાં શાળાઓ ખુલી ગઇ છે. જ્યારે કેટલાક રાજયોમાં ટૂંક સમયમાં શાળા શરુ થવા જઇ રહી છે. પંજાબ સરકારે આવતી કાલથી શાળાઓ ખોલવાનો નિર્મય કર્યો છે. પંજાબમાં આવતી કાલ એટલે કે સાત જાન્યુઆરીથી સરકારી, અર્ધ સરકારી અને પ્રાઇવેટ શાળાઓ ખુલી રહી છે. હાલ પુરતી માત્ર પાંચથી બારમા ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળા ખોલવામાં આવશે.
શાળાઓમાં શૈક્ષણિક કાર્ય દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ, સનેટાઇઝેશન ને માસ્ક સહિતના કોરોના પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે. રાજ્યના શિક્ષામંત્રી વિજય ઇંદર સિંગલાના જણાવ્યા પ્રમાણે વિદ્યાર્થીઓ અને વાલીઓની માંગના કારણે શાળાઓ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
5 થી 12 ધોરણ સિવાયના વર્ગો બંધ રહેશે જેથી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા નિયંત્રિત થઇ શકે. વર્ગખંડોની અંદર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે રીતે બેઠક વ્યવસ્થા ગોઠવવાની રહેશે. વિદ્યાર્થીઓ ઉપરાંત શિક્ષકોએ પણ કોરોના ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે તમામ શાળાઓને નિરદેશ પ્યો છે કે વિદ્યાર્થીઓની સુરક્ષાનું પુરતું ધ્યાન રાખવામાં આવે.
ચાલુ શૈક્ષણિક વર્ષમાં તો શરુઆતથી લઇને અત્યાર સુધી ઓનલાઇન શિક્ષણ જ ચાલ્યું છે. આ શૈક્ષણિક વર્ષ હવે તો પુરુ થવા વ્યું છે. ત્યારે પરીક્ષાઓ પહેલા ફાઇનલ રિવિઝન માટે પણ શાળાઓ ખોલવાનો નિર્મય લેવામાં આવ્યો છે.