HFCLએ WiFi પ્રોડક્ટ પોર્ટફોલિયોના 1 લાખ યુનિટ્સનું શિપમેન્ટ પૂર્ણ કર્યું

મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સ સાથે વૈશ્વિક ઉપસ્થિતિ વિસ્તારવાની યોજના
નવી દિલ્હી, 06 જાન્યુઆરી, 2021: ભારતની અગ્રણી ટેલીકોમ કંપની HFCLએ તેના ગ્રાહકોને વાયરલેસ નેટવર્કિંગ પોર્ટફોલિયોના 1 લાખ યુનિટ્સની શિપમેન્ટ પૂર્ણ કરી છે, જેમાં વાઇ-ફાઇ એક્સેસ પોઇન્ટ્સ અને પોઇન્ટ ટુ પોઇન્ટ લાયસન્સ્ડ બેન્ડ રેડિયો સામેલ છે.
HFCLઉત્પાદન શરૂ કર્યાંના એક વર્ષથી પણ ઓછા સમયગાળામાં આ મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરવા સક્ષમ બન્યું છે. 1 લાખ યુનિટ્સની શિપમેન્ટ પૂર્ણ કરવા સાથે HFCLની વાઇફાઇ પ્રોડક્ટ્સની શ્રેણી દેશભરમાં ગ્રાહકોના વૈવિધ્યસભર આધારની વિવિધ જરૂરિયાતોને પૂર્ણ કરે છે તથા દૈનિક ધોરણે ટેન્સ ઓફ ટેરાબાઇટ્સ ડેટાની પ્રક્રિયા કરે છે.
ભારતમાં HFCLદ્વારા વૈશ્વિક ધોરણોનું પાલન કરતાં સમગ્ર પ્રોડક્ટ પોર્ટફોલિયોની કલ્પના, ડિઝાઇન, વિકાસ અને ઉત્પાદન કરવામાં આવ્યું છે. આ પ્રોડક્ટ્સનું વેચાણ IO બ્રાન્ડ હેઠળ કરવામાં આવે છે.
હાલના સમયમાં HFCLના પ્રોડક્ટ પોર્ટફોલિયોની IO શ્રેણીમાં વાઇ-ફાઇ ઇન્ડોર અને આઉટડોર એક્સેસ પોઇન્ટ્સ, પોઇન્ટ ટુ પોઇન્ટ અને અનલાયસન્સ્ડ બેન્ડમાં પોઇન્ટ ટુ મલ્ટીપોઇન્ટ રેડિયો તથા નેટવર્ક તત્વોના સરળ સંચાલન અને શૂન્ય ટચ પ્રોવિઝનિંગ માટે સ્કેલેબલ ક્લાઉડ પ્લેટફોર્મ સામેલ છે.
આ સિદ્ધિ અંગે પ્રતિક્રિયા આપતાં HFCLના મેનેજિંગ ડાયરેક્ટર મહેન્દ્ર નાહટાએ કહ્યું હતું કે, “વર્તમાન સ્થિતિમાં જ્યારે હાયર બેન્ડવિથ, સરળ કનેક્ટિવિટીની ઉંચી માગ તેમજ ઉપકરણો ગ્રાહકોને તેમના વર્કપ્લેસ અન પરિવાર સાથે જોડાઇ રહેવા માટે લાઇફલાઇન બન્યાં છે ત્યારે એચએફસીએલની સ્વદેશી ડિઝાઇન અને ઉત્પાદિત એક્સેસ પોઇન્ટ્સ અને અનલાયસન્સ્ડ બેન્ડ રેડિયો ગ્રાહકો માટે સૌથી વિશ્વસનીય, અનુકૂળ અને ટકાઉ નેટવર્કિંગ સોલ્યુશન્સ તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાં છે.
ગ્રાહકોએ અમારી ઉચ્ચ પ્રદર્શન કરતી અને મોટા પ્રમાણમાં સ્કેલેબલ પ્રોડક્ટ્સને પસંદ કરી છે. અમે અમારી મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સ સાથે આંતરરાષ્ટ્રીય પ્રદેશોને આવરી લેવા માટે અમારી વૈશ્વિક ઉપસ્થિતિને વિસ્તારવાની યોજના ધરાવીએ છીએ તેમજ આત્મનિર્ભર ભારત અભિયાનમાં સક્રિય ભૂમિકા ભજવવાનું ચાલુ રાખીશું.”
કંપની ટેલીકોમ પ્રોડક્ટ્સ માટે ભારતને નેક્સ્ટ જનરેશન ઇનોવેશન અને ઉત્પાદન કેન્દ્ર તરીકે પ્રોજેક્ટ કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. વર્ષ 2021માં 5જી શરૂ થવાની અપેક્ષાઓ સાથે એચએફસીએલ દેશની 4જી કનેક્ટિવિટી અને 5જી માટે તેની સજ્જતા વધારવા સાથે ભારતમાં ગ્રાહકોની નેક્સ્ટ જનરેશન કમ્યુનિકેશનની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સજ્જ છે.