બોપલમાં પાણીની ટાંકી તૂટીઃ 2 મોત

Bopal near tejas school
અમદાવાદ, અમદાવાદ નજીક આવેલા બોપલમાં તેજસ સ્કુલ નજીક એક પાણીની ટાંકી તૂટી પડતાં બે લોકોના મોત થયા છે. અને હજુ ત્યાં લગભગ 10 લોકો ફસાયા હોવાની આશંકા છે.
નીચેની લીંક પર ક્લિક કરી જૂઓ વિડીયો.
આ અંગેની વિગત એવી છે કે, સોમવારે સવારના સમયે બોપલ ગ્રામ પંચાયત નજીક આવેલી તેજસ સ્કુલ પાસે પાણીની ટાંકી ધરાશયી થઈ હતી. આ સમાચાર મળતાં જ ફાયરબ્રિગેડની ટીમો, જેસીબી સાથે કાટમાળ ખસેડવા પહોંચી ગઈ હતી. અને બચાવ કામગીરી ચાલુ કરી દેવામાં આવી હતી. આ ઘટનામાં 2 લોકોના મોત થયા છે જયારે 10 થી વધુ લોકોને સમયસર કાટમાળ નીચેથી બચાવી લેવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બોપલ વિસ્તારનો ઔડામાં સમાવેશ થાય છે. છેલ્લા કેટલાંક વર્ષોથી ખૂબ ઝડપથી વિકાસ પામેલા આ વિસ્તારમાં સરકાર દ્વારા કોઈ ખાસ સવલતો આપવામાં આવી નથી. જૂના બિલ્ડીંગો અને સાંકડા રસ્તાઓને કારણે આ વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા પણ ઉદભવે છે. સાઉથ બોપલ અને બોપલમાં બહુમાળી બિલ્ડીંગોનો રાફડો ફાટયો છે છતાં પણ ત્યાં કોઈ મોટી હોનારત થાય તો આ વિસ્તારમાં કોઈ હજુ ફાયર સ્ટેશન ઉભું કરાયું નથી.