Western Times News

Gujarati News

તાપસી રશ્મિ રોકેટના શૂટિંગ માટે ગુજરાત આવી શકે છે

મુંબઈ: બોલિવુડની ટેલેન્ટેડ અભિનેત્રીઓમાંથી એક તાપસી પન્નુ હાલ આગામી ફિલ્મ રશ્મિ રોકેટનું શૂટિંગ કરી રહી છે. તાપસીએ પૂણે અને રાંચીમા ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે. હવે ફિલ્મનું શૂટિંગ અંતિમ ચરણમાં પહોંચી ગયું છે. મીડિયા રિપોર્ટનું માનીએ તો, તાપસી પન્નુ ફિલ્મના છેલ્લા શિડ્યુલનું શૂટિંગ ગુજરાતમાં કરશે.

રિપોર્ટ પ્રમાણે, તાપસી પન્નુ આગામી અઠવાડિયે ફિલ્મના શૂટિંગ માટે કચ્છ આવશે. કચ્છના રણમાં ફિલ્મનું શૂટિંગ થાય તેવી સંભાવના છે. ૧૪ દિવસનું આ શિડ્યુલ પૂરું થવાની સાથે જ ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ જશે. આકર્ષ ખુરાનાના નિર્દેશનમાં બની રહેલી ‘રશ્મિ રોકેટ’માં તાપસી પન્નુ સ્પ્રિન્ટરના રોલમાં જાેવા મળી રહી છે.

આ ફિલ્મમાં પોતાના રોલને સારી રીતે ભજવવા માટે તાપસીએ જિમમાં ખૂબ પરસેવો વહાવ્યો છે. ફિલ્મની તૈયારી વિશે વાત કરતાં તાપસીએ અમારા સહયોગી ઈટાઈમ્સને જણાવ્યું હતું, “લોકડાઉન થયું એ પહેલા મેં ‘રશ્મિ રોકેટ’ની તૈયારી માટે અઢી મહિના ફાળવ્યા હતા. પરંતુ લોકડાઉન થતાં હું નાસીપાસ થઈ ગઈ હતી.

લોકડાઉનમાં જિમ પણ બંધ કરી દેવાયા હતા. મને થયું કે, સ્પોર્ટ્‌સ પર્સન જેવું શરીર બનાવીને હવે શું કરું. મેં આ માટે અથાક પ્રયાસ કર્યા હતા. શું કરવું મને સમજાતું જ નહોતું. જાે કે, દેશ અનલોક થતાંની સાથે જ તાપસી ફરીથી કામ પર લાગી ગઈ હતી.

બહેન અને બોયફ્રેન્ડ સાથે વેકેશન માટે માલદીવ્સ જઈ આવ્યા બાદ તાપસી ‘રશ્મિ રોકેટ’ના શૂટિંગમાં જાેડાઈ હતી. જિમ ખુલી જતાં તાપસી ફરીથી શરીર પર કામ કરતી જાેવા મળી હતી.

સ્પ્રિન્ટરના રોલ માટે તાપસી કલાકો સુધી જિમમાં અને મેદાનમાં વર્કઆઉટ કરતી જાેવા મળી છે. એક્ટ્રેસે પોતાની તનતોડ મહેનતની ઝલક પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પણ બતાવી છે. એથ્લેટના રોલ માટે શારીરિક રીતે તૈયાર કરવા બદલ તાપસીએ પોતાના ટ્રેનર્સનો આભાર પણ માન્યો હતો.

તાપસીએ ટ્રેનર સાથેની તસવીર શેર કરીને લાંબી પોસ્ટ લખી હતી. તાપસીએ લખ્યું, “આ ખરેખર એક જંગ હતી જે આપણે રોજ લડતા હતા. દરરોજ, દરેક ક્ષણે- સમય, મારી શારીરિક મર્યાદાઓ, કોવિડ અને મને થયેલી ઈજા સામે લડતાં રહ્યા. આ લોકો આ યુદ્ધના ફ્રંટલાઈન વોરિયર્સ છે. રશ્મિ રોકેટ’નું શૂટિંગ પૂરું કર્યા પછી તાપસી પન્નુ ‘લૂપ લપેટા’ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. આ જર્મન ફિલ્મ ‘રન લોલા રન’ની રિમેક છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.