Western Times News

Gujarati News

SP હિંદુજા બ્રિટનમાં બીજા નંબરના સૌથી વધુ ધનિક

નવી દિલ્હી: એસપી હિંદુજા અને તેમનો પરિવાર વેસ્ટ મિસ્ટરના ખૂબ જ પોર્શ વિસ્તાના ૧૩-૧૬ કાર્લટન હાઉસ ટેરેસના માલિક છે. તેની કિંમત ૨૦૧૩માં લગભગ ૩૫૦૦ કરોડથી પણ વધારે માનવામાં આવી રહી છે. આ પરિવાર બ્રિટનમાં સૌથી વધુ ધનિકોમાં બીજા નંબરના ભારતીયનું સ્થાન ધરાવે છે.

મુકેશ અંબાણી અને તેમના પરિવારમાં દરેક માને છે કે બ્રિટનના આ બીજા અમીર પરિવાર ભારતીય મૂળના છે. આ પિરવાર છે શ્રીચંદ્ર પરમાનંદ હિંદુજા અને તેમના ૩ ભાઈઓનો. આ પરિવાર બ્રિટિશ મહારાણી એલિઝાબેથનો પડોશી પણ છે. હિંદુજા પરિવાર ટેક ઉદ્યમી જેમ્સ ડાયસનના બાદ બ્રિટનના સૌથી ધનિક પરિવારમાં ગણાય છે.

એસપી હિંદુજાના ૩ નાના ભાઈઓ છે. આ પરિવાર ૧૩.૬ બિલિયન ડોલર એટલે કે લગભગ ૯૯ હજાર કરોડ રૂપિયાની સંપત્તિની સાથે જેમ્સ ડાયસન કરતાં વધારે પાછળ નથી. એવામાં સ્પષ્ટ છે કે તમે હિંદુજા પરિવારના સૌથી વૃદ્ધ વ્યક્તિ શ્રીચંદ્ર પરમાનંદ હિંદુજા અને તેના ૩ ભાઇઓ વિશે જાણવા ઈચ્છો.

એસપી હિંદુજા નામથી વિખ્યાત શ્રીચંદ્ર પરમાનંદ હિંદુજા ગ્રૂપના ચેરપર્સન છે. ફોર્બ્સના આધારે તેઓ અને તેમનો પરિવાર વેસ્ટ મિસ્ટરના ખૂબ જ પોર્શ વિસ્તારના ૧૩-૧૬ કાર્લટન હાઉસ ટેરેસના માલિક છે. આ હવેલીની કિંમત ૨૦૧૩ના આધારે ૩૫૦૦ કરોડ રૂપિયાથી પણ વધારે છે. આ હવેલી ૫૦ હજાર વર્ગ ફીટમાં ફેલાયેલી છે.

આ હવેલી ૬ માળની અને અંદરથી ૪ ભાગમાં બનેલી છે. તે ચારેય ભાગ એકમેક સાથે જાેડાયેલા છે. આ હવેલી એક સમયે કિંગ જ્યોર્જ ચતુર્થની સંપત્તિ હતી. જ્યારે તે પ્રિંસ રિજેંટ હતા. તેમાં કોઈ આશ્ચર્યની વાત નથી કે આ બકિંઘમ પેલેસની બાજુમાં જ છે. બકિંઘમ પેલેસ બ્રિટિશ મહારાણીનું અધિકારીક નિવાસ સ્થાન માનવામાં આવે છે. હિંદુજા પરિવાર બ્રિટનની મહારાણીના અનેક કાર્યક્રમોમાં પણ જાેવા મળે છે. મહારાણી પોતાના શાહી ભોજમાં હિંદુજા પરિવારને સામેલ કરવાનું ચૂકતી નથી. જાે કે એસપી હિંદુજા સંપૂર્ણ રીતે શાકાહારી છે. તેઓએ ક્યારેય કોઈ અન્ય ચીજને આરોગી નથી. આ કારણ છે કે તેઓ શાહી ભોજમાં પણ પોતાનું શાકાહારી ફૂડ સાથે લઈને જાય છે. આ શાકાહારી ભોજન તેમને સખત આદેશ અનુસાર તૈયાર કરાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.