યુવતીના ફેસબુક પર બીભસ્ત ફોટા અપલોડ કરનાર યુવકને પોલીસે દબોચ્યો
અરવલ્લી:,એક્સ્પ્લોઝીવ સાથે એકને ઝડપ્યો, એલસીબી પોલીસે બે વાહનોમાંથી દારૂ ઝડપ્યો
ઈન્ટરનેટના યુગમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ ખૂબ વધી ગયો છે ત્યારે તેનો દુરૂપયોગ પણ ઘણો થવા લાગ્યો છે. કોઈને હેરાન કરવા કે બદનામ કરવાના ઈરાદાથી પણ આ માધ્યમનો ઉપયોગ ઘણા લોકો કરતા હોય છે.આવી જ એક ઘટના ભિલોડા પંથકમાં બની હતી
જેમાં યુવતીના બીભસ્ત લખાણ સાથેના ફેસબુક પર ફોટા ઉપલોડ થતા યુવતીના પિતાએ આ અંગે ભિલોડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવતા એસપી સંજય ખરાતે સાયબર ક્રાઈમની ઘટનાની ગંભીરતાને પગલે એસઓજી પોલીસને તપાસ સોંપતા પીઆઈ ભરવાડ અને તેમની ટીમે ફેસબુક પર ખોટા નામે એકાઉન્ટ બનાવી યુવતીને બદનામ કરનાર ખલવાડના પ્રતીક મગનભાઈ ખરાડીને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
અરવલ્લી એસઓજી પોલીસ કર્મચારી રાજેશભાઈ,અતુલભાઈ અને ધવલ ભાઈ મેઘરજ નજીક ઉંડવા સરહદ પર પેટ્રોલીંગમાં હતા ત્યારે એક ઈસમ એક્સપ્લોઝીવનો જથ્થો લઇને પસાર થતો હોવાની બાતમી મળતા ઉંડવા સરહદ પર થેલા સાથે પસાર થતા નારાયણ મગનાજી ભીલને અટકાવી તલાસી લેતા થેલામાંથી જીલેટીન ટોટા-૧૩ નંગ અને ડીનોટર કેપ-૩૦ મળી આવતા પોલીસ ચોકી ઉઠી હતી વિસ્ફોટક જથ્થા સાથે નારાયણ ભીલને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
એલસીબી પીઆઇ આર કે પરમાર અને તેમની ટીમે ગેબી નજીક બાઈક પર વિદેશી દારૂ ભરી પસાર થતા કીરણસિંહ પ્રતાપસિંહ વાઘેલા (અલવા-ધનસુરા) અને ભરતસિંહ દીપસિંહ સોલંકી (દોલતાબાદ-તલોદ) ને ઝડપી પાડી રૂ.૧૩૨૦૦/-નો દારૂ જપ્ત કરી હતી.
બાઈક સાથે કુલ.રૂ.૩૮૨૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી અન્ય એક બનાવમાં શામળાજી નજીક એસ્ટીમ કારમાંથી વિદેશી દારૂની ૪૮ બોટલ સાથે નવા વેણપુર ગામના જયેશ રમેશભાઈ નિનામાને ખેપ મારતો ઝડપી લીધો હતો. દિલીપ પુરોહિત. બાયડ