Western Times News

Gujarati News

CCTV ઢાંકી લાખ્ખોના ભંગારની ચોરી કરનારને ૯ લાખના મુદ્દામાલ સાથે અમદાવાદથી ઝડપ્યો 

મોડાસા શહેરના હજીરા વિસ્તારમાં ભંગારની દુકાનમાં ત્રાટકેલા તસ્કરોએ દુકાન બહાર લાગેલા સીસીટીવી કેમેરાને માસ્કથી ઢાંકી શટરનું તાળું તોડી ૧૪૬૦ કિલો ભંગાર કીં.રૂ.૪.૬૮ લાખ રૂપિયા જેટલા તાંબા,એલ્યુમિનયમ અને પિત્તળનો ભંગારની ચોરી કરી ફરાર થઇ જતા હજીરા વિસ્તારમાં ધંધો કરતા દુકાનદારોમાં ફફડાટ ફેલાયો હતો.
આ અંગે દુકાન માલીકે કુલ રૂપિયા ૪.૬૮ લાખ ના ભંગારના સામાનની ચોરી અંગે ની ફરીયાદ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાવતા ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા સીસીટીવી કેમેરા રેકોર્ડિંગ અને બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ભંગારની દુકાનમાંથી ચોરી કરનાર તસ્કર ટોળકીના સાગરીત પ્રકાશ સુરજમલ ગુર્જરને અમદાવાદના પ્રહલાદ નગરમાંથી ઝડપી પાડી ચોરીનો મુદ્દામાલ અને પીકઅપ ડાલા સાથે ઝડપી પાડી આ ગુન્હામાં સંડોવાયેલ તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
રવિવારે રાત્રે હજીરા વિસ્તારમાં જય અંબે મેટલ નામની ભંગારની દુકાન તસ્કરો ત્રાટકયા હતા.દુકાન નું શટર હથીયાર વડે કાપી ચોરોએ દુકાનમાં પ્રવેશ કરી ભંગારના સામાનને રફેદફે કરી ચોરીને અંજામ આપ્યો હતો.દુકાનની અંદર રખાયેલ એલ્યુમીનીયમ નો ભંગાર-૭૫૦ કીલો જેની કિ.રૂ.૧,૦૧,૨૫૦/-,તાંબાના ભંગારનો સામાન ૩૬૫ કીલો જેની કિં.રૂ.૨,૧૯,૦૦૦/- તથા પિત્તળના ભંગારનો સામાન આશરે ૩૪૫ કીલો જેની કિં.રૂ.૧,૪૮,૩૫૦/- મળી કુલ રૂપિયા ૪,૬૮,૬૦૦/-  ના ભંગારના સામાનની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ અંગે પન્નાલાલ ગેનાજી કુમાવત (રહે.કાર્તિકેય સોસાયટી,માલપુર રોડ,મોડાસા)નાઓએ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
મોડાસા ટાઉન પીઆઈ સીપી વાઘેલા અને તેમની ટીમે તસ્કર ટોળકીને ઝડપી પાડવા બાતમીદારો સક્રીય કરી ભંગારની ચોરી કરનાર તસ્કર ટોળકી અમદાવાદની હોવાની બાતમી મળતા તાબડતોડ ટાઉન પોલીસે પ્રહલાદ નગરમાં ભંગાર ભરેલ પીકઅપ ડાલા સાથે તસ્કર ટોળકીના સાગરીત પ્રકાશ સુરજમલ ગુર્જરને દબોચી લઈ ચોરેલ ભંગાર અને પીકઅપ ડાલુ મળી કુલ.રૂ.૯૬૮૬૦૦/- નો મુદ્દામાલ ઝડપી લીધો હતો.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.