ભાજપનું નવું સંગઠન જાહેર ઝડફિયા પ્રદેશ ઉપપ્રમુખ
અમદાવાદ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં પ્રદેશ ભાજપ દ્વારા સંગઠનના નવા માળખાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગોરધન ઝડફિયાને પ્રદેશ ઉપપ્રમુખ બનાવાયા છે. તો જયંતિ કવાડીયા, મહેન્દ્રસિંહ સરવૈયા, નંદાજી ઠાકોર (પાટણ), કૌશલ્યાકુંવરબા પરમાર, જનક બગદાણાવાળાને પ્રદેશ ઉપપ્રમુખ બનાવાયા છે. જ્યારે ભીખુભાઈ દલસાણીયાને પ્રદેશ મહામંત્રી (સંગઠન) બનાવાયા છે. ભાર્ગવ ભટ્ટ, રજની પટેલ, પ્રદિપસિંહ વાઘેલા, વિનોદ ચાવડાને પ્રદેશ મહામંત્રી બનાવાયા છે.
પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા આજ રોજ સંગઠનના પ્રદેશ હોદ્દેદારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. નવા સંગઠનના માળખામાંથી શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને કે.સી.પટેલની બાદબાકી કરવામાં આવી છે. જ્યારે મહેશ કસવાલા, રઘુ હુંબલ, પંકજ ચૌધરી, શિતલ સોની, ઝવેરી ઠક્કર, નૌકા પ્રજાપતિ, જ્હાનવી વ્યાસ, કૈલાશ પરમારને પ્રદેશ મંત્રી બનાવાયા છે. તેમજ સુરેન્દ્ર પટેલને પ્રદેશ કોષાધ્યક્ષ જ્યારે ધર્મેન્દ્ર શાહને પ્રદેશ સહ કોષાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
સંગઠનના નવા માળખામાં પ્રમુખ સીઆર પાટીલે મનસુખ માંડવીયા, કે.સી.પટેલ, શબ્દશરણ બ્રહ્મભટ્ટ, ભારતસિંહ પરમારને પડતાં મુક્યા છે. જ્યારે આઇ કે જાડેજા, ભરત પંડ્યાને પણ પડતા મુકવામાં આવ્યા છે. ગોરધન ઝડફિયા પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે રિપીટ કરવામાં આવ્યા છે. ભીખુભાઈ દલસાણીયા સંગઠન મહામંત્રી તરીકે રિપીટ કરાયા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે જૂની ટીમમાં ૯૦ % ફેરફાર કર્યો છે. અને પ્રદેશ ટીમમાં ૫ મહિલાઓનો સમાવેશ પણ કર્યો છે. આ ઉપરાંત કોષાધ્યક્ષ સાથે સહ કોષાધ્યક્ષની પોસ્ટ બનાવવામાં આવી છે.SSS