Western Times News

Gujarati News

ગુજરાતમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૬૬૭ કેસ

ગાંધીનગર, રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે સામાન્ય થતી જાય છે. જાે કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા હતા અને એક સમયે કેસ ૭૦૦ની નીચે જતા રહ્યા છે. જાે કે દિવાળી સમયે અચાનક કેસોની સંખ્યામાં ઉછાળો જાેવા મળ્યો હતો. રાત્રી કર્ફ્‌યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો ૭૦૦ની નીચે આવ્યો છે. આજે રાજ્યમાં નવા ૬૬૭ કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં ૮૯૯ નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે.

અત્યાર સુધીમાં કુલ ૨૩૭૨૨૨ દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર ૯૪.૯૨ ટકા થઇ ચુક્યો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ ૪૭૯૪૨ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ ૭૩૭.૫૭ પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૧૦૦૦૩૬૦૬ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૪૯૩૨૪૯ વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી ૪,૯૩,૧૩૪ વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે ૧૧૫ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. જાે એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૮૩૫૯ એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર ૫૮ છે. જ્યારે ૮૩૦૧ લોકો સ્ટેબલ છે. ૨૩૭૨૨૨ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૪૩૩૨ લોકોનાં મોત નિપજ્યા છે. આજે ૩ લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનના ૨, સુરત કોર્પોરેશન ૧ દર્દી સહિત કુલ ૪ દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.