Western Times News

Gujarati News

અરવલ્લીમાં ભર શિયાળે અષાઢી માહોલ, વરસાદ સાથે કડકડતી ઠંડી

બાયડ તાલુકામાં ધોધમાર વરસાદ હવામાન વિભાગની આગાહી પડી સાચી

હવામાન વિભાગએ એક સાથે સાયક્લોનિક સર્ક્યુલેશનની બે સિસ્ટમ સક્રીય થતા રાજ્યમાં અનેક વિસ્તારોમાં ત્રણ-ચાર દિવસમાં  કમોસમી વરસાદની આગાહી કરી હતી ત્યારે અરવલ્લી જીલ્લા સહીત ઉત્તર ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં ભારે પલટો આવ્યો હતો અને આજે સવારે  અરવલ્લી જીલ્લાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકતા ખેડૂતોમાં ચીંતા પ્રસરી છે મોંઘાદાટ બિયારણ અને ખાતરનો ખર્ચ કરી ગાત્રો થીજાવતી ઠંડીમાં મહામહેનતે વાવેતર કરેલ ખેતીને નુક્શાનની ભીતી સેવાઈ રહી છે

ભર શિયાળે વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયાની ભીતિ સતાવી રહી છે. લોકોને કકડતી ઠંડી સાથે વરસાદી ઝાપટાથી બેવડી ઋતુનો અનુભવ થયો હતો. લોક મૂંજવણમાં મૂકાયા હતા કે, સ્વેટર પહેરવો રે રેઇનકોટ પહેરવો. લોકોએ સ્વેટર સાથે રેઇનકોટનો પણ સહારો લીધો હતો.

અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના બાયડ ચોઇલા વાસણીરેલ તેમ અનેક જગ્યાએ ધોધમાર વરસાદ ખાબક્યો હતો  કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં આવી ગયા છે. ઉત્તર ગુજરાતમાં વર્ષની શરૂઆતમાં કમોસમી વરસાદ સાથે કાતિલ ઠંડીની હવામાન ખાતાએ આગાહી કરી હતી, જેની અસર હાલ જોવા મળી હતી.

જ્યારે બાયડમાં ધોધમાર વરસાદ ખાબકતા. વિસ્તારોમાં ચોમાસા જેવો  માહોલ પ્રવર્તી રહ્યો છે  બાયડ પંથકમાં પણ કમોસમી વરસાદ પડી રહ્યો છે.  બાયડ પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા ફરી વળી છે. કમોસમી વરસાદથી જગતનો તાત ચિંતિત થયો છે. હવામાન ખાતાની આગાહીની અરવલ્લીમાં અસર જોવા મળી રહી છે.ખેડૂતો ચિંતિત બન્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.