ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખના રાજદ્વારી સલાહકાર ઇમેન્યુઅલ પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરી
ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ મહામહિમ ઇમેન્યુઅલ મેક્રોનના રાજદ્વારી સલાહકાર શ્રી ઇમેન્યુઅલ બોને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. (Prime Minister Narendra Modi Had a productive meeting with Mr. Emmanuel Bonne, Diplomatic Advisor to President Macron. Expressed joy at the progress in India-France Strategic Partnership, a force for global good in the post-COVID world. )
) ભારત અને ફ્રાન્સ વચ્ચે ત્રાસવાદ વિરોધી કામગીરી, સાઇબર સુરક્ષા, સંરક્ષણ અને વ્યૂહાત્મક સહકાર સહિત વ્યૂહાત્મક ભાગીદારીમાં બંને દેશોએ કરેલી પ્રગતી અંગે પ્રધાનમંત્રીએ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.
શ્રી બોને પણ સમુદ્રી અને બહુપક્ષીય સહકાર સહિત વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ અંગે ભારત અને ફ્રાન્સ વચ્ચેના પારસ્પરિક સહકાર અંગે પ્રધાનમંત્રીને માહિતી આપી હતી.
પ્રધાનમંત્રીએ તાજેતરમાં રાષ્ટ્રપ્રમુખ મેક્રોન સાથે થયેલા વાર્તાલાપની યાદો તાજી કરી હતી અને તેમના આરોગ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે અનુકૂળ પરિસ્થિતિમાં ભારતની મુલાકાતે આવવા માટે રાષ્ટ્રપ્રમુખ મેક્રોનને આપેલા આમંત્રણનો પણ પુનરુચ્ચાર કર્યો હતો.
શ્રી ઇમેન્યુઅલ બોન હાલમાં ભારત અને ફ્રાન્સ વચ્ચે વ્યૂહાત્મક સંવાદ માટે ભારત આવ્યા છે. આ સંવાદનું આયોજન 7 જાન્યુઆરી 2021ના રોજ કરવામાં આવ્યું હતું.