ગેરકાયદેસર ભેંસોનાં પરિવહન કરતા બે ઈસમોને પકડી પાડતી અંકલેશ્વર GIDC પોલીસ
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ જીલ્લાનાં વાલિયા થી કોસમડી તરફ પોલીસે ચેકિંગ કરતાં એક ટ્રકમાં ગેરકાયદેસર રીતે અતિક્રૂરતા પૂર્વક ભેંસોને ભરી પરિવહન કરતાં બે શખ્સોજેની આગળની તજવીજ પોલીસ કરી રહી છે.
બનાવની મળતી માહિતી અનુસરા અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ સ્ટાફનાં માણસો રાત્રિ પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન વાલિયા ચોકડી થી કોસમડી ગામ તરફ જતાં રોડ પર એક ટ્રકમાં બે વ્યક્તિઓ ભેંસોને ભરીને જાય છે તેવી બાતમી મળેલ તે બાતમીનાં આધારે અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસે વાલિયા તરફ થી એક ટ્રક આવતા તેને સાઈડમાં ઊભી રાખી ચેકિંગ કરતાં આ ટ્રકમાં ભેંસો હરેલ હોય જે ટ્રક નંબર જીજે ૦૮ ડબ્લ્યુ ૦૬૧૧ ના ડ્રાઈવર સેજાદમદની ઈસ્માઈલ મરોઠી રહે.
પાંચહાટડી છીપવાડ મહમદ અલી મસ્જિદ પાસે, ભરૂચ અને કલીનર સાહિદભાઈ મુસાભાઈ સુરતી રહે.મદીના હોટલ સામે મોટા નાગોરીવાડ,મહંમદપુરા ભરૂચનું જાણવા મળ્યું તેમની પાસે ભેંસોની હેરાફેરી કરવાની પરમિટ માંગતા નહીં હોવાનું જણાવતા ગેરકાયદેસર અબોલ પશુઓની હેરાફેરી કરતાં બંને શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.જેની પાસે પોલીસ ચેકિંગમાં ૧૩ ભેંસોની મળી હતી
જેમાં એક ભેંસની કિંમત રૂપિયા ૨૦,૦૦૦ ગણી કુલ ૧૩ ભેંસોની કુલ કિંમત ૨,૬૦,૦૦૦ અને ટાટા ટ્રકની કિંમત રૂપિયા ૮,૦૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૧૦,૬૦,૦૦૦ નો મુદ્દામાલ સાથે ભરૂચનાં બંને શખ્સો ભેંસોને ભરૂચથી મહારાષ્ટ્રનાં ધૂલિયા સુધી હેરાફેરી કરતાં હોય આથી આ બંને શખ્સો વિરુદ્ધ પશુ ધાતકીનો હુમલો અને ઢોર નિયંત્રણ મુજબ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યાવહી અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ ચલાવી રહી છે.