Western Times News

Gujarati News

ભંડારાની સરકારી હોસ્પિટલમાં આગ : ૧૦ નવજાત બાળકનાં મોત

નાગપુર: મહારાષ્ટ્રના નાગપુર નજીક ભંડારા જિલ્લાની સરકારી હોસ્પિટલમાં દુઃખદ સમાચાર આવ્યા છે. આ હોસ્પિટલમાં શનિવારે મોડી રાત્રે આગને કારણે ૧૦ નવજાતનાં મોત નીપજ્યાં છે. જિલ્લા હોસ્પિટલના સિક ન્યૂ બોર્ન કેર યુનિટમાં સવારે ૨ વાગ્યે અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને મોટો અકસ્માત સર્જાયો હતો.

આ દુર્ઘટનામાં, ઈન્ટેસિવ કેર યુનિટમાં રાખવામાં આવેલા ૧૦ નવજાત બાળકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ૭ નવજાતને બચાવવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી છે. જિલ્લા હોસ્પિટલના સિવિલ સર્જન ડો. પ્રમોદ ખંડાતેના જણાવ્યા મુજબ, હોસ્પિટલના ન્યૂ બોર્ન કેયર વોર્ડમાં ૧૭ નવજાત બાળકો સારવાર લઈ રહ્યા હતા, આગ લાગતા ૧૦ બાળકોના મોત થયા છે,

જ્યારે ૭ બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. ડો.ખંડાતેએ વધુમાં જણાવ્યું કે, ‘આ અકસ્માત રાત્રે બે વાગ્યાની આસપાસ બન્યો છે. હોસ્પિટલના આઉટ બોર્ન યુનિટમાં ધુમાડો નીકળતો હતો. જ્યારે હોસ્પિટલની નર્સે દરવાજાે ખોલ્યો ત્યારે આઉટ બોર્ન યુનિટમાં બધે ધુમાડો હતો.

અધિકારીના જણાવ્યા પ્રમાણે નર્સ તરત જ હોસ્પિટલના અધિકારીઓને બોલાવ્યા હતા. ઇમરજન્સી વિભાગ અને ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી બાળકોને બચાવવા પ્રયાસ કર્યા હતા. જાેકે, આ દુર્ઘટનામાં ૧૦ શિશુઓના મોત નીપજ્યા હતા, જ્યારે ૭ શિશુઓને બચાવી લેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ વિભાગમાં આઉટ બૉર્ન અને ઇન બૉર્ન એમ બે વિભાગ છે. જેમાં ઇન બૉર્ન વિભાગના સાત નવજાત શિશુ સુરક્ષિત છે, જ્યારે ૧૦ નવજાતનાં મોત થયા છે.

આ જાણકારી સિવિલ સર્જન પ્રમોદ ખંદાતે આપી હતી. મહારાષ્ટ્રના ભંડારા જિલ્લા હૉસ્પિટલમાં આગનો બનાવ ખૂબ કમનસીબ છે. આ ઘટનાથી આઘાત લાગ્યો છે. મૃતકોને શ્રદ્ધાંજલિ અને તેમના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.

ભગવાન મૃતકોનાં પરિવારજનોને આ દુઃખની ઘડીમાં હિંમત આપે. વાતચીત કરતા એક ડૉક્ટરે જણાવ્યું હતું કે, મોતને ભેટેલા બાળકોની ઉંમર એક મહિનાથી લઈને ત્રણ મહિના સુધીની હતી. જે શહેરમાં આ બનાવ બન્યો છે

તે ભંડારા મહારાષ્ટ્રની રાજધાની મુંબઈથી ૯૦૦ કિલોમીટર દૂર આવેલું છે. નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં હૉસ્પિટલોમાં આગની ઘટના નવી વાત નથી. ગત વર્ષે સપ્ટેમ્બરમાં રાજ્યના પશ્ચિમ ક્ષેત્ર કોલાપુર સ્થિત એક હૉસ્પિટલમાં આગ લાગી હતી. છત્રપતિ પ્રમિલા રાજે શાસકીય હૉસ્પિટલમાં શૉર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. જે સમયે આગ લાગી હતી ત્યારે હૉસ્પિટલમાં ૪૦૦થી વધારે કોવિડ-૧૯ દર્દીઓની સારવાર ચાલી રહી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.