મોડાસા : ચોરાયેલ પીકઅપ ડાલાને ગણતરીના કલાકો રાજસ્થાનના કેસરીયાજી નજીકથી શોધી કાઢતી પોલીસ
મોડાસા શહેરના ડીપ વિસ્તારમાંથી આવેલ ભાગ્યોદય માર્બલ નામની દુકાનના પરિસરમાંથી શુક્રવારે વહેલી સવારે વાહનચોરો ત્રાટકી પીકઅપ ડાલું ચોરી ફરાર થઇ જતા દુકાન માલિકે આ અંગે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સતત વાહનોની અને રાહદારીઓથી ધમધમતા વિસ્તારમાંથી પીકઅપ ડાલુ ચોરવાની ઘટનાના પગલે ટાઉન પોલીસ દોડતી થઇ હતી
પીકઅપ ડાલાની ચોરી દુકાનમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી પોલીસે સીસીટીવી રેકોર્ડિંગ અને બાતમીદારોને સક્રીય કરી વાહનચોરને ઝડપી લેવા ચક્રોગતિમાન કરતા વાહનચોરોને ગંધ આવી જતા
આખરે રાજસ્થાનના કેસરીયાજી નજીક અંતરિયાળ વિસ્તારમાં મૂકી ફરાર થઇ જતા ટાઉન પોલીસે પીકઅપ ડાલુ પરત લઈ આવી વાહનચોર ટોળકીને ઝડપી પાડવા તજવીજ હાથધરી હતી.
મોડાસા ટાઉન પોલીસે ભાગ્યોદય પરિસરમાંથી પીકઅપ ડાલાની ચોરી થતા ચોરીની ઘટના દુકાનમાં લાગેલ સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગના આધારે પીકઅપ ડાલુ ચોરી વાહનચોર શામળાજી તરફ જતા હોવાથી શામળાજી રોડ પર લાગેલ ટોલપ્લાઝાના સીસીટીવી કેમેરા અને ટેકનીકલ સર્વેલન્સ અને બાતમીદારો સક્રીય કરતા.
પીકઅપ ડાલુ રાજસ્થાનના ખેરવાડા વિસ્તારમાં હોવાની બાતમી મળતા ટાઉન પોલીસે ખેરવાડા વિસ્તારમાં ધામા નાખી તપાસ હાથધરાતા વાહનચોરોને પોલીસ પાછળ હોવાની જાણ થતા કેસરીયાજી નજીક અંતરિયાળ વિસ્તારના રોડ સાઈડ મૂકી ફરાર થઇ ગયા હતા.
પોલીસે ચોરાયેલ પીકઅપ ડાલુ ગણતરીના કલાકોમાં પરત મેળવી લઈ વાહનચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો વાહનચોર પોલીસને થાપ આપી હોવાથી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.