Western Times News

Gujarati News

ભિલોડા: કસ્ટડીમાંથી ફરાર વોન્ટેડ બુટલેગર ઝડપી પાડવા બે રાજ્યોમાં  પોલીસના ધામા

પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગનું એનાલિસિસ 

ભિલોડા પંથકના વિરપુર ત્રણ રસ્તેથી વાહન ચેકીંગ દરમ્યાન ગાંભોઈ પોલીસ સ્ટેશન અને અડાલજ(ગાંધીનગર)પોલીસ સ્ટેશનનો વોન્ટેડ બુટલેગર સંદિપકુમાર ઉર્ફે મોન્ટૂ મોહનભાઈ ચાવડા(રહે,ભાટ,ગાંધીનગર ) ને ઝડપી લીધો હતો

આરોપીની અટક કરી ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે લાવી હતી અને આ વોન્ટેડ બુટલેગર પોલીસને થાપ આપી ધરપકડ ના છ કલાકમાં જ પોલીસ કસ્ટડીમાંથી  ભાગી પોલીસ સ્ટેશન બહાર ઉભેલી કારમાં નાસી જતાં પંથકમાં ચકચાર મચી હતી.

બુટલેગર ફરાર થતા અરવલ્લી જીલ્લા પોલીસતંત્રમાં ભારે દોડધામ મચી હતી જીલ્લા પોલીસે બુટલેગ સંદીપ ઉર્ફે મોન્ટુને ઝડપી પાડવા રાજસ્થાન,ઉત્તરપ્રદેશ, અમદાવાદ સહીત ગાંધીનગર અને સંભવીત સ્થળોએ તપાસ હાથધરી છે

સમગ્ર કેસની તપાસ કરી રહેલ ડીવાયએસપી ભરત બસીયાએ ભિલોડા પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ લઇ એનાલીસીસ હાથધર્યું છે

કઈ રીતે ઝડપાયો નામચીન બુટલેગર અને કઈ રીતે ફરાર થઇ ગયો વાંચો સમગ્ર ઘટનાક્રમ
ભિલોડા પોસઈ કે.કે.રાજપૂત સહિત ૪ પોલીસ કોન્સ્ટેબલોની ટીમ દ્વારા ગત બુધવારની બપોરે પંથકના વીરપુર ત્રણ રસ્તે વાહન ચેકીંગ દરમ્યાન એક ઈસમની હિલચાલ શંકાસ્પદ જણાતા તેને કોર્ડન કરી ઝડપી લેવાયો હતો.અને નામઠામ પુછતાં

આ આરોપીએ પોતાનું નામ સંદિપકુમાર ઉર્ફે મોન્ટૂ મોહનભાઈ ચાવડા ઉ.વ.૨૭ અને પોતે ભાટ તા.જી.ગાંધીનગર નો રહીશ હોવાનું જણાવ્યું હતું.પોલીસ ટીમે ઈ-ગુજકોટ પોકેટકોપ મોબાઈલ ચેક કરી જોતાં

આ શખ્શ વિરૂધ્ધ સાબરકાંઠા જિલ્લાના ગાંભોઈ અને ગાંધીનગર જિલ્લાના અડાલજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પ્રોહીબીશન ના ગુના નોંધાયા હોવાનું જણાવ્યું હતું. પોલીસ ટીમે ઈ-ગુજકોપ પોકેટકોપ મોબાઈલ ચેક કરી જોતાં

આ શખ્શ વિરૂધ્ધ સાબરકાંઠા  જિલ્લાના ગાંભોઈ અને ગાંધીનગર જિલ્લાના અડાલજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પ્રોહીબીશનના ગુના નોંધાયા હોવાનું જણાઈ આવ્યું હતું.અટક કરાયેલ આ શખ્શ વોન્ટેડ આરોપી હોવાનું જણાતાં જ તેને બુધવારે બપોરે ૧૫.૩૦ વાગે ભિલોડા પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો હતો.અને સીઆરપીસી કલમ ૪૧(૧)હેઠળ અટક કરી ફરજ પર ના પીએસઓ ને સોંપાયો હતો.

આ વોન્ટેડ આરોપી ઝડપી પડાતાં જે પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ હોય તે પોલીસ સ્ટેશનો ખાતે અને અન્ય કોઈ પોલીસ સ્ટેશનમાં આ આરોપી વિરૂધ્ધ કોઈ ગુના નોંધાયેલ છેકે કેમ ? તે જાણવા સાબરકાંઠા અને અરવલ્લી પોલીસ સ્ટેશનોમાં મેસેજ કરી દેવાયા હતા.

પરંતુ રાત્રે ૮.૧૫ કલાકે એકાએક પોલીસ કસ્ટડીયામાં રહેલ આ આરોપી એ પોલીસ સ્ટેશનમાંથી નાસી છુટવા દોટ લગાવી હતી અને પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડ વોલના મેઈન દરવાજાનની બહાર નીકળી ગયો હતો.

જયારે આ આરોપી ને ભગાડી જવા પોલીસ સ્ટેશન બહાર ઉભેલી સ્કોડા ગાડી નં.જીજે.૧૬ એજે ૯૦૩૬ માં બેસી આ આરોપી ભાગી છુટયો હતો.આ ચકચારી ઘટનાની જાણ થતાંજ પોસઈ સહિતનો સ્ટાફ પોલીસ સ્ટેશને ઘસી આવ્યા હતા.અને પોલીસ કસ્ટડીમાંથી જ ભાગી ગયેલ આ આરોપી અંગે ઉચ્ચકક્ષાએ જાણ કરી જુદીજુદી ટીમો દ્વારા આ આરોપીને ઝડપવા તજવીજ હાથ ધરાઈ હતી.

ભિલોડા  પોલીસની કામગીરી સામે જ સવાલો સર્જનાર આ ઘટનાને લઈ આરોપીને ઝડપી લેવા જિલ્લા પોલીસની ટીમો કામે લગાવાઈ હતી.

આ આરોપીને સ્કોડા ગાડીમાંથી બેસાડી ભગાડી જનાર ચાલક સહીત ભાગેડૂ આરોપી વિરૂધ્ધ પોલીસે વધુ એક ગુનો નોંધી આ ફરાર બુટલેગરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરાયા છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.