જો બિડેનની સોગંદવિધિમાં ડોનાલ્ડ ટ્રંપ સામેલ થશે નહીં

વોશિગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે જાહેરાત કરી છે કે તેઓ જાે બ્રિડનની સોગંદવિધિાં સામેલ થશે નહીં ૨૦ જાન્યુઆરીએ અમેરિકાના નવારાષ્ટ્રપતિ બ્રિડનની સોગંદવિધિ થનાર છે. બ્રિડને ટ્રાંપના આ પગલાનું સ્વાગત કરતા કહ્યું કે આ સારી વાત છે બ્રિડેને વિલમિંગટન ડેલાવેયરમાં પત્રકારોને જણાવ્યું હતું કે અહીં આવવા દરમિયાન મને રસ્તામાં બતાવવામાં આવ્યું કે ટ્રંપે સંકેત આપ્યો છે કે તે સોગંદવિધિમાં આવશે નહીં
બ્રિડને કહ્યું કે ખુબ જ ઓછી વસ્તુ છે જેના પર તેઓ અને હું કયારેય સહમત હોય તાજેતરની ધટનાઓ બાદ તે દેશ માટે શર્મિદગીનું કારણ બની ગયા છે. તેમનું સોગંદવિધિ સમારોહમાં નહીં આવવું એક સારી વાત છે તેમણે કહ્યું કે ટ્રંપ સંયુકત રાજય અમેરિકાના ઇતિહાસમાં સૌથી અક્ષમ રાષ્ટ્રપતિઓમાંથી એક છે.
અમેરિકાના નિવર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે કહ્યું કે તે દેશના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ બ્રિડેનના ૨૦ જાન્યુઆરીએ યોજાનાર સોગંદવિધિ સમારોહમાં સામેલ થશે નહીં ટ્રંપે સત્તાનું યોગ્ય વ્યવસ્થિત અને અવરોધ વિના હસ્તાંતરણ સુનિશ્ચિત કર્યાના વચન બાદ આ કહ્યું ટ્રંપે ટ્વીટ કર્યું જે લોકોએ મને આ બાબતમાં પુછયુ હતું કે હું તેમને બતાવી રહ્યો છું કે હું ૨૦ જાન્યુઆરીએ સોગંદ સમારોહમાં સામેલ થઇશ નહીં.
અમેરિકામાં ત્રણ નવેમ્બરે થયેલ ચુંટણીમાં અનેક અઠવાડીયા સુધી જીતના જુઠ્ઠાણાનો દાવો કરનાર ટ્રંપે આ સમારોહમાં સામેલ થવાની આશા વ્યકત કરવામાં આવી રહી ન હતી અમેરિકાના નિવર્તમાન રાષ્ટ્પતિ ડોનાલ્ડ ટ્રંપે કેપિટલ બિલ્ડીંગ (અમેરીક સંસદ ભવન)માં પોતાના સમર્થકો દ્વારા થયેલ હિંસાને એમ કહી અંતે ટીકા કરી કે તે અમેરકાનું પ્રતિનિધિત્વ કરતા નથી.