Western Times News

Gujarati News

કોરોનાની વિરૂધ્ધ જંગમાં ભારત આત્મનિર્ભર: વડાપ્રધાન મોદી

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવાસી ભારતીય દિવસ સંમેલન ૨૦૨૧નું ઉદ્‌ધાટન સત્રને સંબોધીત કરતા કહ્યું કે નવી પેઢી મૂળથી ભલે દુર થઇ જાય પરંતુ તેનો લગાવ એટલા જ વધી રહ્યો છે વડાપ્રધાને કહ્યું કે તમે બધાએ જયાં પણ તમે રહ્યાં છો ત્યાં અને ભારતમાં કોવિડની વિરૂધ્ધ લડાઇમાં મોટું યોગદાન આપ્યું. પીએમ કેયર્સમાં આપવામાં આવેલ તમારા યોગદાન ભારતમાં આરોગ્ય સેવાઓને મજબુત કરી રહ્યાં છીએ. કોરોનાના કાળમાં ભાજે ભારત દુનિયાના સૌથી ઓછા મૃત્યુ દર અને સૌથી વધુ રિકવરી રેટવાળા દેશોમાં છે આજે ભારત એક નહીં, પરંતુ બે મેડ ઇન ઇન્ડિયા કોરોના વેકસીનની સાથે માનવતાની સુરક્ષ માટે તૈયાર છે.

મહામારીના આ દૌરમાં ભારતે ફરી બતાવ્યું કે આપણુ સામર્થ્ય શું છે આપણી ક્ષમતા શું છે આટલા મોટા લોકતાંત્રિક દેશ જે એકતાની સાથે ઉભો થયો તેનું ઉદાહરણ દુનિયામાં નથી ભારત સરકાર દરેક સમય દરેક ક્ષણે તમારી સાથે તમારા માટે ઉભી છે. દુનિયાભરમાં કોરોના લોકડાઉનથી વિદેશોમાં ફલાયેલા ૪૫ લાખથી વધુ ભારતીયોને વંદે ભારત મિશન હેઠળ લાવવામાં આવ્યા વિદેશોમાં ભારતીય સમુદાયોને સમય પર યોગ્ય મદદ મળે તેના માટે હરસંભવ પ્રયાસ કરવામાં આવ્યો.

તેમણે કહ્યું કે આજે દુનિયાના ખુણે ખુણેમાંથી આપણે હવે ઇટરનેટથી જાેડવામાં આવ્યું છે પરંતુ આપણા બધાનું મન હંમેશાથી મા ભારતીય સાથે જાેડાયેલ છે એક બીજા પ્રત્યે અપનત્વથી જાેડાયેલ છે ગત વર્ષ આપણા બધા માટે ખુબ પડકારો ભર્યું રહ્યું આ પડકારોની વચ્ચે દુનિયાભરમાં ફેલાયેલા ભારતીય મૂળના સાથીઓએ જે રીતે કામ કર્યું છે પોતાની ફરજ નિભાવી તે આપણા બધા માટે ગર્વની વાત છે આ તો આપણી માટીના સંસ્કાર છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.