Western Times News

Gujarati News

બોર્ડની પરીક્ષામાં ૧૦૦૦૦ વર્ગખંડ વધારાની જરૂર પડશે

પ્રતિકાત્મક

રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પત્ર મોકલી વર્ગખંડોની ગણતરી કરવાનો પણ આદેશ આપી દેવાયો

ગાંધીનગર,  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા મે મહિનામાં લેવામાં આવશે. આ પરીક્ષા માટે શિક્ષણ બોર્ડને વધારાના ૧૦ હજાર વર્ગખંડની જરૂર પડશે. કોરોનાના કારણે વિદ્યાર્થીઓ વચ્ચે યોગ્ય અંતર જળવાય તે માટે વર્ગખંડની સંખ્યા વધારવી પડશે.

આ માટે બોર્ડ દ્વારા ગણતરી શરૂ કરી દેવાઈ છે અને ૨૫ જાન્યુઆરી સુધીમાં વર્ગખંડોને લઈ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. આ વખતે બોર્ડની પરીક્ષામાં ૭૦ હજાર કરતાં વધુ વર્ગખંડોનો ઉપયોગ કરાશે. એક વર્ગખંડમાં ૩૦ વિદ્યાર્થીઓને બેસાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. જાે બોર્ડના અગાઉના પરિપત્ર મુજબ ૨૦ વિદ્યાર્થીને બ્લોક દીઠ બેસાડવામાં આવે તો વર્ગખંડની સંખ્યા ૯૦ હજારને આસપાસ પહોંચી શકે તેમ હતી.

શિક્ષણમંત્રીએ મે ૨૦૨૧માં બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાની જાહેરાત કરી હતી. બોર્ડની પરીક્ષા પહેલા સ્કૂલોના રજિસ્ટ્રેશન અને શિક્ષકોના રજિસ્ટેશનની કામગીરી કરવામાં આવતી હોય છે. આ કામગીરી બોર્ડ દ્વારા શરૂ કરી દેવાઈ છે. આ કામગીરી સાથે હવે આગામી દિવસોમાં બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરવામાં આવશે.

આ કામગીરી ફેબ્રુઆરી સુધી પૂર્ણ કરી દેવાનું આયોજન કરાયિં છે. કોરોનાના પગલે બોર્ડની પરીક્ષામાં આ વખતે બે વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થામાં યોગ્ય અંતર જળવાય તે માટે શિક્ષણ બોર્ડ દ્વારા અગાઉ બ્લોક દીઠ એટલે કે વર્ગ દીઠ ૨૦ વિદ્યાર્થી બેસાડવાનું આયોજન કર્યું હતું. જાે કે, તેમાં ખૂબ વધુ સંખ્યામાં વધારાના વર્ગખંડની જરૂર હોવાથી હવે બોર્ડ દ્વારા વર્ગ દીઠ ૩૦ વિદ્યાર્થીને બેસાડીને પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે. જેથી બોર્ડની પરીક્ષા વખતે વધારાના ૧૦ હજાર જેટલા વર્ગખંડની જરૂર પડશે તેમ લાગી રહ્યું છે.

વર્ગખંડની સંખ્યા વધશે તેવો અંદાજાે છે ત્યારે અત્યારથી જ  પત્ર લખીને તેમના જિલ્લામાં કેટલા વર્ગખંડની જરૂર પડશે તેની ગણતરી કરવા માટેની કામગીરી સોંપી દેવાઈ છે. આ ગણતરીમાં એક વર્ગમાં ૩૦ વિદ્યાર્થી ઉપરાંત ગત વર્ષ કરતાં બોર્ડના પરીક્ષાર્થીઓની સંખ્યામાં ૧૦ ટકાનો વધારો પણ ધ્યાનમાં રાખવાનો રહેશે, તેમ જણાવાયું છે. તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓએ ૨૫ જાન્યુઆરી સુધીમાં ગણતરી કરીને આપી દેવાની રહેશે.

ગયા વર્ષે ૧૭.૫૩ લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં નોંધાયા હતા. જેથી આ વખતે ૧.૭૫ લાખ વિદ્યાર્થીઓ વધુ આવી શકે તે ધ્યાનમાં રાખીને વર્ગખંડની જરૂરિયાતની ગણતરી થશે. માર્ચ ૨૦૨૦માં યોજાયેલી બોર્ડની પરીક્ષામાં કુલ ૧૭.૫૩ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા.

જેમાંથી ધોરણ ૧૦ના ૧૦.૮૩ લાખ વિદ્યાર્થીઓ, ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના ૧.૪૩ લાખ અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના ૫.૨૭ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. પરીક્ષા માટે કુલ ૧૩૭ ઝોનમાં ૧૫૭૮ કેન્દ્ર, ૫,૫૫૯ બિલ્ડિંગમાં આવેલા ૬૦,૦૨૭ વર્ગખંડમાં ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા યોજાઈ હતી. આ વર્ગ ખંડ પૈકી મોટાભાગના CCTVથી સજ્જ હતા.  જ્યારે ૨૯૪ વર્ગખંડોમાં સુવિધા ના હોવાથી ટેબલેટના માધ્યમથી નજર રખાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.