Western Times News

Gujarati News

ઉત્તરાયણ પર ધાબાઓમાં પોલીસના પોઈન્ટ મૂકાશે

અમદાવાદ, ઉત્તરાયણની ઉજવણી માટે મળેલા ગ્રીન સિગ્નલ બાદ તંત્ર પર માર્ગદર્શિકાના અમલ અંગે દબાણ રહેશે. તે માટે પોલીસ દ્વારા એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે. ગાઇડલાઇન્સનું પાલન થાય તે માટે પોલીસ દ્વારા ધાબા પર પોઇન્ટ્‌સ મુકવામાં આવશે અને દૂરબીન દ્વારા ખાસ નજર રાખવામાં આવશે. આટલું જ નહીં, નિયમ ભંગ કરનારા સામે તરત જ કાર્યવાહી કરવામાં આવશે.

ધાબા પર પોલીસ પોઇન્ટ અને દૂરબીનની મદદથી વોચ રાખવામાં આવશે. વોકીટોકી સાથે સજ્જ પોલીસકર્મીઓ દૂરબીનથી ધાબા પર વોચ રાખશે અને જ્યાં પણ લોકોનું ટોળું અને માસ્ક વગર દેખાશે એટલે તરત જ સ્થાનિક પોલીસને જાણ કરી તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલી પોળોમાં ઉત્તરાયણની ખાસ રંગત જાેવા મળે છે. ત્યારે પોળ વિસ્તારમાં પોલીસનું સતત પેટ્રોલિંગ રહેશે.

ધાબા પર અને રસ્તા પર પોલીસકર્મીઓ તહેનાત કરવામાં આવશે. ધાબા પોઈન્ટ પર દૂરબીન વડે પોલીસકર્મીઓ ધાબા પર વોચ રાખશે અને જ્યાં પણ વધુ માણસો દેખાશે ત્યાં કાર્યવાહી કરશે. સરકારની તમામ ગાઈડલાઈન્સનું ચુસ્ત પાલન કરાવવામાં આવશે. આટલું જ નહીં, પતંગ અને દોરીના બજારોમાં ખરીદી માટે ભીડ ન થાય તે માટે પણ પોલીસ સક્રિય થઇ છે. બજારોમાં ભીડ એકઠી ન થાય તે માટે પોલીસ પોઇન્ટ મુકવામાં આવશે અને સતત પેટ્રોલિંગ હાથ ધરાશે. ઉપરાંત વેપારીઓને પણ આ બાબતે ખાસ ધ્યાન રાખવા અને નિયમોના પાલન અંગે ખાસ ટકોર કરવામાં આવશે.આ દરમિયાન હવામાન વિભાગે કરેલી આગાહીથી પતંગરસિયાઓ આનંદિત થઈ શકે છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે ઉત્તરાયણ સમયે પવનની ગતિ સામાન્ય રહી શકે છે. સાથે જ રાજ્યમાં ફરી ઠંડીનું જાેર વધશે. તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રી સુધી ઘટાડો થશે.SSs


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.