કોરોના વેક્સિન આવ્યા બાદ પણ 2021માં હર્ડ ઇમ્યુનિટીની સંભાવના નથીઃ WHO

જિનેવાઃ કોરોના વાયરસ મહામારીને રોકવા માટે વિશ્વભરના ઘણા દેશોમાં રસીકરણ શરૂ થઈ ગયું છે અને ઘણા દેશોમાં થવાનું છે. આ વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના મુખ્ય વૈજ્ઞાનિકની વાત લોકોને નિરાશ કરી શકે છે. મુખ્ય વૈજ્ઞાનિકે ચેતવણી આપી છે કે કોરોના રસીકરણ શરૂ થયા બાદ પણ આ વર્ષે હર્ડ ઇમ્યુનિટી વિકસિત થવાની સંભાવના નથી. સોમવારે એક મીડિયા બ્રીફિંગમાં ડો. સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે, નજીકના ભવિષ્યમાં ઘણા દેશોએ કોરોનાનો પ્રસાર રોકવા માટે સોશિયલ ડિસ્ટેન્સિંગ સહિત અન્ય ઉપાયો પર નિર્ભર રહેવું પડશે. હાલના સપ્તાહોમાં બ્રિટન, અમેરિકા, ફ્રાન્સ, કેનેડા, જર્મની, ઇઝરાયક અને નેધરલેન્ડ સહિત અન્ય દેશોએ પોતાના નાગરિકોને કોરોનાની રસી લગાવવાનું શરૂ કરી દીધું છે.
સ્વામીનાથને કહ્યું કે, ભલે વેક્સિન સંવેદનશીલ લોકોની રક્ષા કરવાનું શરૂ કરી દે, પરંતુ 2021માં આપણે હર્ડ ઇમ્યુનિટી વિકસિત કરી શકશું નહીં. જો આ કેટલીક જગ્યા કે કેટલાક દેશમાં થાય છે તો પણ વિશ્વભરના લોકોની રક્ષા કરવાના નથી. વૈજ્ઞાનિક અનુસાર સામાન્ય રીતે હર્ડ ઇમ્યુનિટી માટે લગભગ 70% રસીકરણ દરની જરૂરીયાત હોય છે. તેનાથી કોઈપણ બીમારી વિરુદ્ધ સંપૂર્ણ વસ્તી સુરક્ષિત થાય છે. પરંતુ કોરોના ખુબ સંક્રામક છે, તેવામાં કેટલાક લોકોનું માનવું છે કે તે માટે 70 ટકાથી કામ થશે નહીં.