મેટ્રો પ્રોજેક્ટ અને રિપેરિંગ માટે નહેરુ બ્રિજ 15 દિવસ માટે બંધ
અમદાવાદ: શહેરના નહેરુ બ્રિજનું રિપેરિંગ કામ શરૂ કરવાનું હોવાથી AMC દ્વારા 15 દિવસ માટે બ્રિજ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આથી આગામી 15 દિવસ માટે નહેરુ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ રહેવાનો હોવાથી વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, 1962માં બનેલા નહેરુ બ્રિજના પિલરની બેરિંગ ત્રાંસી થઈ ગઈ છે. જ્યારે બ્રિજ પણ પણ તિરાડો પડી હોવાથી ભયજનક બન્યો છે. આથી નહેરુ બ્રિજના રિપેરિંગ કામ અને મેટ્રો રેલવે પ્રોજેક્ટની કામગીરી કરવાની હોવાથી તે 15 થી 30 જાન્યુઆરી સુધી નહેરુ બ્રિજ બંધ રહેશે. જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી શકે છે. જો કે AMC દ્વારા નહેરુ બ્રિજ પરથી પસાર થતાં વાહન ચાલકો માટે લૉ ગાર્ડન તરફનો વૈકલ્પિક રૂટ આપવામાં આવ્યો છે.