કેરલ સરકારે ત્રણ મહીના માટે થિયેટરનો મનોરંજન કર અને વિજળી બીલ માફ કર્યા

કોચ્ચી, દરેક નાના મોટા કામ માટે ફિલ્મ સિતારોની મદદ લેનાર દેશની રાજય સરકારોની સામે કેરલની રાજય સરકારે એક શાનદાર ઉદાહરણ રજુ કર્યું છે. સિનેમાધરોની વર્તમાન સ્થિતિને જાેતા કેરલ સરકારે જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૧ની વચ્ચે સિનેમાધરોથી મનોરંજન કર નહીં લેવાનો નિર્ણય કર્યો છે આ સાથે જ સિનેમાધરોને વિજળી બિલમાં પણ ૫૦ ટકાની રાહત આપી છે. સિનેમા જગત સમગ્ર દેશમાં હાલ અનેક મુશ્કેલીનો સામનો કરી રહી છે પછી ભલે કોઇ નાનું રાજય કેમ ન હોય ત્યાં ભારત સરકારના નિયમાનુસાર ફકત ૫૦ ટકા લોકોને જ એક સાથે ફિલ્મ જાેવાની મંજુરી છે.
કેટલાક દિવસ પહેલા તમિલનાડુ સરકારે પોતાના રાજયમાં સિનેમાધરોને સંપૂર્ણ રીતે ખોલવાની મંજુરી આપી હતી પરંતુ કેન્દ્ર સરકારના વાંધાને કારણે તેને પોતાનો નિર્ણય પાછો લેવો પડયો હતો. કેરલમાં તાજેતમાં પાંચ જાન્યુઆરીથી ૫૦ ટકા લોકોને એક સાથે ફિલ્મ જાેવાની મંજુરી સાથે સિનેમાધરોને ખોલવામાં આવ્યા હતાં આ દરમિયાન સરકાર તરફથી લાગુ કરવામાં આવેલ આરોગ્ય સુરક્ષા સંબંધી તમાન નિયમોનું પાલન કરવાનું રહેશે જાે કે રાજય સરકારની મંજુરી મળ્યા બાદ પણ કેરલ ફિલ્મ ચેબર ઓફ કોમર્સે સિનેમાધરોને બંધ જ રાખવાનું યોગ્ય સમજયું હતું તેઓ ઇચ્છતા હતાં કે પહેલા તેમની વાતચીત સરકારથી થઇ જાય અને ત્યારબાદ તે સિનેમાધરોને ખોલવાનું જાેખમ ઉઠાવશે.
યુનિયનની વાતને હવે રાજય સરકારે માની લીધી અને તેમને રાહત આપતા મનોરંજન કર ન લગાવવા અને ગત માર્ચથી લઇ અત્યાર સુધીનું વિજળી બિલ અડધુ કરવાની મંજુરી આપી છે.આશા છે કે ખુબ તાકિદે કેરલમાં પણ સિનેમાધરો ખુલી જશે દેશની બીજા રાજયોમાં સરકારોએ ફિલ્મ જગતને કોઇ રાત આપી નથી એવામાં કેરલ સરકારે સિનેમાધરોના માલિકો માટે રાહત આપતા ફિલ્મી કલાકારોએ રાજય સરકારની પ્રશંસા કરી હતી. કલાકારોનું કહેવુ છે કે સરકારના નિર્ણયથી મલયાલમ સિનેમાની અંદર ઉર્જા ભરી દેશે આ નિર્ણયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ફરી જીવી ઉઠશે.HS