Western Times News

Gujarati News

RPF અમદાવાદના શિવચરણ સિંહ ગુર્જરે બહાદુરીથી 9 વ્યક્તિઓને બચાવ્યા

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસો થી પડી રહેલા ભારે વરસાદ ને કારણે સામાખિયાલી સ્ટેશન પર 12959 દાદર-ભુજ એક્સપ્રેસને 10 ઓગસ્ટ ના દિવસે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી હતી. વરિષ્ઠ મંડળ સુરક્ષા અધિકારી શ્રી સૈયદ સરફરાઝ અહમદે જણાવ્યું કે મહેસાણા આર.પી.એફ. પોસ્ટ પર ફરજ બજાવી રહેલા શ્રી શિવચરણ સિંહ ગુર્જર આ ટ્રેન માં મહેસાણા થી ગાંધીધામ તરફ આવી રહ્યા હતા ત્યારે ટ્રેનને સામાખિયાલી માં રદ કરવામાં આવી હોવાથી એમને સૂચના મળી હતી કે સામે આર.વી.એન.એલ. પરિયોજના પર કામ કરી રહેલા નવ મજુર પૂરના પાણીમાં ફસાઈ ગયા છે.

આથી શ્રી શિવચરણ તથા ગાંધીધામ પોસ્ટના શ્રી શક્તિદેવ યાદવને ત્વરિત કાર્યવાહી કરીને મજૂરોને બચાવવા માટે નિર્ણય લીધો અને શિવચરણને તરતા આવડતું હોવાથી તેઓને બચાવવા માટે નીકળી પડ્યા, સ્ટેશન પર યાત્રીઓ અને સ્ટાફે પૂર માં જવા માટે ના પડી,  તેમણે કહયું કે તમે નિશ્ચિત રહો. અમને સફળતા પ્રાપ્ત કરી ને પરત આવીશું.

પૂર માં પહુંચી એન.ડી. આર.એફ. ના બે સબ્યો સાથે બોટમાં બેસીને બે વખત માં બધા નવ યાત્રીઓને સુરક્ષિત સ્ટેશન પર પહોંચાડ્યા. સુરક્ષિત પહોંચેલા પૂર થી બચાવેલા મજૂરો એ શ્રી શિવચરણ ને દેવદૂત જણાવતા કહયું કે જો આ સમયસર આ મદદ ના આવતા તો તેમનો જીવન ભય મેં મુકાઈ ગયો હોત યાત્રીઓમાં આઠ પુરુષ અને એક સ્ત્રી મજુર હતા.

ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી દીપક કુમાર ઝા એ જણાવ્યું કે અમે શિવચરણ ની બહાદુરી, સાહસ અને ભાવના પર ગર્વ છે. તેઓએ શિવચરણ ને સમ્માનિત કરતા તેમને પ્રોત્સાહન પણ આપ્યું શ્રી ઝા એ તેમને રોકડ પુરસ્કાર અને પ્રશક્તિ પત્ર થી સમ્માનિત કર્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.