Western Times News

Gujarati News

રસી લગાવ્યાના ૨૪ કલાક બાદ વોર્ડ બોયનું મોત

प्रतिकात्मक

નવી દિલ્હી: મુરાદાબાદઃ ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક સ્વાસ્થ્યકર્મીનું મોતનો કેસનો મામલો સામે આવ્યો છે અને પરિવારે આરોપ લગાવ્યો છે રસી લગાવ્યા બાદ તેનું મોત નિપજ્યું છે. તમને જણાવી દઇએ કે મુરાબાદ જિલ્લા હોસ્પિટલના ૪૬ વર્ષીય વોર્ડ બોય મહિપાલ સિંહને ૧૬ જાન્યુઆરીના રોજ કોરોના વાયરસની રસી લગાવવામાં આવી હતી.

મહિપાલ સિંહના પરિવારનો આરોપ છે કે કોરોના રસી લગાવ્યા બાદ તેમની તબિયત બગડી ગઇ છે. ત્યારબાદ તાત્કાલિક જિલ્લા હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. જ્યાં તેમણે દમ તોડી દીધો.

પરિવારે કહ્યું કે તે ક્યારેય કોવિડ-૧૯થી સંક્રમિત થયા ન હતા અને રાષ્ટ્રીય રસીકરણ અભિયાન હેઠળ શનિવારે રસી લગાવવામાં આવી હતી. હોસ્પિટલના સીએમઓના હવાલેથી કહ્યું કે વોર્ડ બોય મહિપાલને શનિવારે લગભગ ૧૨ વાગે કોવિશિલ્ડ વેક્સીન આપવામાં આવી હતી.

એક દિવસ પછી રવિવારે તેમને છાતીમાં દુખાવા સાથે શ્વાસ ફૂલવાની સમસ્યા થઇ. તેમણે આગળ કહ્યું કે ‘રસી લગાવ્યા પછી વોર્ડ બોયએ નાઇટ શિફ્ટમાં કામ કર્યું હતું અને અમને લાગે છે કે રસીની આડસસરના લીધે તેનું મોત નિપજ્યું છે. અમે મોતનું સાચું કારણ જાણ્યા પછી તપાસ કરી રહ્યા છીએ. મહિપાલના પુત્ર વિશાલે કહ્યું કે રસી લગાવ્યા પછી મારા પિતા સારું અનુભવી રહ્યા ન હતા.

તેમણે ઘર પરત આવ્યા પછી બપોરે મને હોસ્પિટલ બોલાવ્યો હતો અને કહ્યું હતું કે ઓટો લઇને આવે, કારણ કે તે બાઇક ચલાવી શકતા ન હતા. હું બપોરે ૧.૩૦ વાગે હોસ્પિટલ પહોંચ્યો તો તેમની હાલત પહેલાં કરતાં વધુ ખરાબ થઇ ચૂકી હતી. મને લાગે છે કે તેમને સામાન્ય તાવ અને શ્વાસ લેવામાં સમસ્યા થઇ રહી હતી.

ત્યારબાદ તેમને ઘરે લઇ જવામાં આવ્યા અને ચા પીવડાવી આરામ કરવા માટે કહ્યું. રવિવારે તેમને હાલત વધુ ખરાબ થઇ ગઇ અને તેમને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા. મને લાગે છે કે રસીકરણના સાઇટ ઇફેક્ટના લીધે તેમનું મોત નિપજ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.