સિંચાઈ વિભાગની અણઆવડતના ભોગે હાલાકી ભોગવી રહ્યા છે ખેડૂતો
બાયડ તાલુકાના ડેમાઈ ગામના દક્ષીણ દિશામાં ખેતર ધરાવતા ખેડૂતોમાંથી કેટલાક ખેડૂતો પરીવાર સાથે ખેતરમાં રહે છે ગામમાંથી ખેતર જવાના રસ્તામાં પાણીના નિકાલ માટે યોગ્ય સુવિધાના અભાવે અને પાણીના નીકાલ માટે સિંચાઈ વિભાગ દ્વારા બનાવેલ સુપડી તળાવનું લેવલ રસ્તાથી ઉંચુ હોવાથી ખેડૂતો ચોમાસામાં ચાર મહીના ખેતી પણ કરી શકતા નથી
તેમજ ખેતરમાં ઘર બનાવી રહેતા પરિવારના બાળકો પણ અભ્યાસ થી વંચીત રહેતા હોવા છતાં જવાબદાર તંત્રમાં વારંવાર લેખીત અને મૌખીક રજુઆત પણ જાણે તંત્રના બહેરા કાને અથડાઈ પરત ફરતી હોય ખેડૂતોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે ડેમાઈ ગ્રામ પંચાયત સરપંચ અને તલાટીને સમસ્યા અંગે લેખીત રજુઆત કર્યાને એક વર્ષ જેવો સમય થવા આવ્યો છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતા ખેડૂતો ન્યાય માંગી રહ્યા છે
ડેમાઈ ગામના દક્ષીણ દીશા તરફ ૩૫૦ વીઘાથી વધુ જમીન ધરાવતા ખેડૂતો ચોમાસુ શરૂ થતાની સાથે મુશ્કેલીઓ તૂટી પડે છે ખેતરમાં જવા માટે એક માત્ર રસ્તા પર ચોમાસામાં કેડ સમા પાણી ભરાઈ રહેતા હોવાથી ખેતીથી પણ વંચિત રહે છે
ગામનું સિંચાઈ વિભાગ હસ્તક તળાવમાં અને આજુબાજુના ખેતરમાં જતા પાણી તળાવમાં આવતા તળાવ ઓવરફ્લો થતા નીકાલ માટે સુપડી તળાવ અને રસ્તાના પર ભરાતા પાણીના નિકાલ માટે યોગ્ય લેવલ ન હોવાથી ખેતરમાં પાણી ભરાઈ રહેતા ત્યાંથી પસાર થવાતું નથી કે ખેતી કામકાજ માટે બળદગાડું,વાહન કે ઓજાર પણ લઇ જવાતા ન હોવાથી ખેતી થી વંચીત રહેવું પડે છે
ખેતરમાં મકાન બનાવી વસવાટ કરતા પરિવારોના ૩૦ થી વધુ બાળકો અને વિદ્યાર્થીઓ અભ્યાસ માટે શાળા કે કોલેજ જઈ ન શકતા હોવાથી અભ્યાસ પર પણ અસર થતી હોવાથી ખેડૂતોમાં રસ્તા પર ભરાઈ રહેતા પાણીના યોગ્ય નીકાલ માટે નક્કર કાર્યવાહી કરવામાં આવેની માંગ પ્રબળ બની છે