Western Times News

Gujarati News

સ્માર્ટ ફોન, ટીવી, ફ્રીઝ થઈ શકે છે મોંઘા, બજેટમાં સરકાર કરશે આવી જાહેરાત

નવી દિલ્હી, પેટ્રોલ ડિઝલના અને બીજી વસ્તુઓના ભાવ વધારાથી પરેશાન જનતા પર આગામી બજેટ બાદ વધુ એક બોજો આવી શકે છે.

મળતી વિગતો પ્રમાણે આગામી બજેટમાં કેન્દ્ર સરકાર સ્માર્ટફોન્સ, ઈલેક્ટ્રોનિક સાધનો અને ઘરપરાશના ઉપકરણો સહિત 50 જેટલી આઈટમો પરની ઈમ્પોર્ટ ડ્યુટીમાં પાંચ થી દસ ટકાનો વધારો કરી શકે છે.

ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે સરકાર આત્મ નિર્ભર ભારત અભિયાનના ભાગરુપે આ નિર્ણય લેવા માંગે છે.જેથી ઘર આંગણે આ વસ્તુઓના ઉત્પાદનને પ્રોત્સાહન આપી શકાય.બીજી તરફ સરકાર આ ડ્યુટી વધારીને 200 અબજ રુપિયા વધારે મેળવી શકશે.કોરોના મહામારીના કારણે સુસ્ત થયેલા અર્થતંત્રથી સરકારને એમ પણ ફટકો પડ્યો છે.

સૂત્રોનુ કહેવુ છે કે, ઈમ્પોર્ટ ડ્યુટી વધારવાથી ફર્નિચર અને ઈલેક્ટ્રિક વાહનોની આયાત પર બહુ મોટી અસર પડશે.ઉપરાંત ફ્રિઝ, ટીવી, એસી પણ ઈમ્પોર્ટ ડ્યુટી વધશે.જોકે ઈમ્પોર્ટ ડ્યુટીના પ્રસ્તાવને મંજૂર કરતા પહેલા તેમાં સુધારા વધારા થવાની શક્યતાઓ પણ છે.

ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સરકારે તાજેતરમાં કેટલાક મોટા નિર્ણયો લીધા છે.ઘર આંગણે ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે આવા નિર્ણયો લેવા જરુરી છે.ગયા વર્ષે પણ સરકારે ફૂટવેર, રમકડા જેવી પ્રોડક્ટસ પર ઈમ્પોર્ટ ડ્યુટી વધારી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.