વિરપુર મુકેશ્વર મહાદેવ મંદિર સામે નમી પડેલા વિજપોલથી વાહનચાલકોને ખતરો
(તસ્વીર: પૂનમ પગી, વિરપુર) (પ્રતિનિધિ) વિરપુર, મહિસાગર જિલ્લાના વિરપુર માં મુકેશ્વર મહાદેવ મંદિર ની સામે સ્ટ્રીટ લાઈટ નો વિજપોલ છેલ્લા કેટલાય સમય થી નમી પડેલો છે
તેમ છતાં આર એન્ડ બી વિજ વિભાગ અને આર એન્ડ બી બાલાસિનોર વિભાગ દ્વારા એક બીજાને ખો આપી રહ્યા છે.
આ સ્ટ્રીટ લાઈટનો પોલ દિવસે ને દિવસે વધુ પ્રમાણમાં નામી રહ્યો છે જાહેર રસ્તા પર આ વિજપોલ આવેલ છે.
જેના કારણે કોઈપણ સમયે મોટી જાનહાની થઈ શકે તેમ છે વાહનચાલકો અને રાહદારીઓ આ રસ્તા પર થી જીવનાં જાેખમે અવર જવર કરતા હોય છે ત્રણ વર્ષ પુર્વે માતબર રકમના ખર્ચે કોન્ટ્રાક્ટ પધ્ધતિથી બનાવેલ માર્ગ પરના વિજપોલ નમી જતા અનેક સવાલો ઉભા થયા છે.
બનાવેલ આ માર્ગ પરથી દિવસ દરમિયાન મોટી સંખ્યામાં વાહનો તેમજ લોકોની અવર જવર થતી હોવાથી જાે અકસ્માત સર્જાશે તો મોટા પ્રમાણમાં નુકશાન થાય તેવી ભીતી જાેવા મળી રહે છે
છેલ્લા કેટલાય સમયથી બે વીજ પોલ નમી ગયેલ પરિસ્થિતિમાં હોવા છતાં સ્થાનિક તંત્ર તેમજ આર એન્ડ બી વિજ વિભાગ દ્વારા આજ દિન સુધી કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી વિરપુરના નાગરિકોની આશા છે કે આ નમી પડેલા વીજ પોલ થી અકસ્માત સર્જાતા પહેલા તંત્ર દ્વારા તેની યોગ્ય મરામત કરવામાં આવે જેથી મોટો અકસ્માત ટળી શકે.*