Western Times News

Gujarati News

ઝાલાવાડની શિક્ષણ યાત્રા વિષયક પુસ્તક તૈયાર કરાશે

સુરેન્દ્રનગર, શિક્ષણનગરી સુરેન્દ્રનગર જીલ્લા કેળવણી ક્ષેેત્રે અનેરો ઈતિહાસ ધરાવે છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા તાલીમ ભવન ખાતે મળેલી બેઠકમાં પુસ્તક બનાવવાનો નિર્ણય લેવાયો હતો. આથી ઝાલાવાડના ૧૦ લાખ લોકો શિક્ષણયાત્રા વાંચી શકશે.
ઝાલાવાડમાં ર૦૦ વર્ષથી વધુ શિક્ષણ આપણી સંળ્સ્થાઓ આજેય પણ અડીખમ ઉભી છે.

રાજાશાહી સમયે વઢવાણ, ધ્રાંગધ્રા, લીંમડી, હળવદ, પાટડી, ચુડા વગેરેે સ્ટેટમાં શિક્ષણની અનોખી વ્યવસ્થા હતી. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં રાજાશાહી, અંગ્રેજ શાસન અને લોકશાહી દરમ્યાન કેળવણીના ઈતિહાસ પ્રગટ કરવાનુૃ અભિયાન હાથ ધરાયુ છે. જે અંતગત સુરેન્દ્રનગર જીલ્લા તાલીમ ભવન ખાતે બેઠક યોજાઈ હતી.

જેમાં ડાયેટના પ્રાચાર્ય સી.ડી.ટુીયા, જી.જે.જાેષી, વિમલભાઈ કસારા, ભાનુભાઈ ખવડ, દશરથસિંહ અસવાર, મુકેશભાઈ બદ્રશીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ઝાલાવાડના કેળવણીકારો, સાહિત્યકારોની માહિતી એકત્ર કરવામાં આવી હતી. જ્યારે સુરેન્દ્રનગર જીલ્લાની ૧૦૦ વર્ષથી વધુ પ્રાચીન શાળાઓની સ્થાપના, વિદ્યાર્થીઓ, શિક્ષકો વગેરે બાબતે ચર્ચા કરાઈ હતી.

આ અંગે ડાયટના પ્રાચાર્યએ જણાવ્યુ હતુ કે સુરેન્દ્રનગર જીલ્લોે શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર છે ત્યારે ઈતિહાસકારો, શિક્ષણવિદ્દો આ અંગેની માહિતી મોકલે તેવી અપીલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.