શેરડીની ખેતી શરૂ કરી ઘર આંગણે જ ઓર્ગેનિક ગોળનું ઉત્પાદન શરૂ કર્યું

આ ગીર નહીં અરવલ્લી છે”:
સિંહ ગર્જના માટે જાણીતો ગીર પંથકની કેસર કેરીની જેમ ઓર્ગનિક દેશી ગોળ માટે પણ ખુબ પ્રખ્યાત છે ગીરમાં ઠેર ઠેર ગોળનું ઉત્પાદન કરતા રાબડાઓ ઠેર ઠેર ધમધમતા જોવા મળે છે ત્યારે અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના ગઢડા કંપાના ખેડૂત હરિભાઈ અરજણભાઈ પટેલે પરંપરાગત ખેતી છોડી એક એકરમાં કોઈ પણ પ્રકારના કેમિકલ વગર શેરડીના પાકનું વાવેતર કરી શેરડીમાંથી ઓર્ગેનિક ગોળ બનાવી વેચાણ શરૂ કરતા લોકોમાં ઓર્ગેનિક ગોળ ભારે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો હોવાની સાથે ખરીદી કરવા ઉમટી રહ્યા છે
ભારત કૃષી પ્રધાન દેશ છે દેશમાં મહત્તમ લોકો ખેતી પર જીવનનિર્વાહ ચલાવી રહ્યા છે ખેડૂતો ધીરેધીરે આધુનીક અને ઑર્ગનિક ખેતી તરફ પ્રયાણ કરી રહ્યા છે.
કેટલાય ખેડૂતો પરંપરાગત ખેતી છોડી પોતાની અનોખી ટેક્નિક અને બુદ્ધિ નો ઉપયોગ કરી અને આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને મબલખ ઉત્પાદન કરે છે.
હાલ દેશમાં ઓર્ગેનિક શાકભાજી અને ધાન્યની ડિમાન્ડમાં નોંધપાત્ર વધારો થતા ખેડૂતો ઓર્ગેનીક ખેતી તરફ વળ્યાં છે
અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના ગઢડા કંપાના ખેડૂત હરિભાઈ અરજણભાઈ પટેલે એક એકર જમીનમાં કોઈ પણ પ્રકારના રાસાયણીક ખાતર કે કેમીકલ વગર શેરડીનું ટપક પધ્ધતિથી વાવેતર કરી ખેતરમાં જ ઓર્ગેનીક ગોળનું ઉત્પાદન શરૂ કરતા ઓર્ગેનીક ગોળની ખરીદી માટે મોટા પ્રમાણમાં લોકો ઉમટી રહ્યા છે
ખેડૂત હરિભાઈ પટેલના જણાવ્યા અનુસાર હાલ પ્રાયોગિક ધોરણે એક એકરમાં કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા વગર પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી શેરડીના પાકનું ૧૦/૨ ફૂટના અંતરે ટપક પિયત પધ્ધતિથી અપનાવી વાવેતર કરી શેરડી પાકમાં જરૂરીયાત મુજબ ગૌમૂત્ર,છાણ,ગોળ અને કઠોળના લોટનું જીવામૃત બનાવી શેરડીના પાકને તૈયાર કરવામાં આવ્યો છે અને આ શેરડીમાંથી શુદ્ધ ગોળ બનાવી ડબ્બામાં પેક કરી વેચાણ કરવામાં આવી રહ્યો છે અને આ ઓર્ગેનિક ગોળની માંગ વધુ હોવાથી સારું વળતર મળી રહેશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો