Western Times News

Gujarati News

હવે ચીનમાં ફેલાયો નવો સ્વાઇન ફિવર, 1000થી વધારે સુઅર સંક્રમિત

FILE PHOTO: A government agricultural officer collects urine samples from pigs arriving at a slaughterhouse in Wuyi county, Zhejiang province, China, July 27, 2020. China Daily via REUTERS ATTENTION EDITORS - THIS IMAGE WAS PROVIDED BY A THIRD PARTY. CHINA OUT./File Photo

2020માં કોરોના વાયરસ અને પછી કોરોનાના નવા સ્ટ્રેનનો ખતરો હજુ ટળ્યો નથી ત્યાં ચીનમાં એક નવી બીમારી ફેલાઇ રહી છે. આ બીમારીનું નામ સ્વાઇન ફિવર બતાવવામાં આવી રહ્યું છે. સ્વાઇન ફિવરથી ચીનમાં 1000થી વધારે સુઅર સંક્રમિત છે. ચીન દુનિયાનાં સુઅરના માંસનો સૌથી મોટો વિક્રેતા છે. આવામાં આ બીમારીના ફેલવાથી મોટા નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્વાઇન ફિવર આફ્રિકન સ્વાઇન ફિવરનું નવું રુપ છે. જે ચીનમાં જોવા મળી રહ્યું છે. આ ફિવરે ચીનના સુઅરોને સંક્રમિત કર્યા છે.

ચીનની ચોથી સૌથી મોટી પોર્ક (સુઅર માંસ) વિક્રેતા કંપની ન્યૂ હોપ લિઉહીનું કહેવું છે કે તેમની પાસે 1000 સુઅરોમાં આફ્રિકન સ્વાઇન ફિવરના બે નવા સ્ટ્રેન મળ્યા છે. સ્વાઇન ફિવરના કારણે સુઅર ઘણા જાડા થઈ રહ્યા છે.

રોયટર્સના રિપોર્ટ પ્રમાણે કંપનીના ચીફ સાયન્સ ઓફિસર યાન ઝિચુને કહ્યું છે કે આફ્રિકન સ્વાઇન ફિવરના સ્ટ્રેનથી સંક્રમિત સુઅર મરી રહ્યા નથી. આ એ પ્રકારનો ફિવર નથી જે 2018 અને 2019માં ચીનમાં ફેલાયો હતો. તેમના મે સ્વાઇન ફિવરના કારણે સુઅરના જે બચ્ચા જન્મી રહ્યા છે તે ઘણા નબળા છે.

કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે લાયસન્સ વગરની વેક્સીન સુઅરોમાં લગાવવાના કારણે આ વાયરસ ફેલાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.