Western Times News

Gujarati News

વેકસિનના લીધા પછી એકપણ કોરોના વોરીયર્સ આડઅસર નહીં

તાલુકાના ૧૫૦ વોરીયર્સોએ કોવીડની રસી મુકાઈ

વિરપુર: વિરપુર તાલુકામાં રસીકરણ અભીયાન શનીવારથી પ્રારંભ કરવામાં આવ્યું છે ત્યારે બીજી બાજુ તાલુકાના ૩૩ જેટલા આરોગ્ય કર્મચારીઓએ હડતાળનુ રણશિંગું ફુકયુ છે તાલુકાના ૩૩ જેટલા આરોગ્ય કર્મીઓ વિવિધ માંગોને લઈને હડતાલ પર ઉતર્યા હોવાથી આજે કાયમી કર્મચારીઓએ રસી મુકવાથી અડગા રહ્યાં હતાં મહિસાગર જિલ્લામાં ૧૬ મીથી કોરોના વિરોધી માહાઅભીયાન શરૂ થઈ ગયું છે

ત્યારે જીલ્લાના વિવિધ તાલુકાઓમાં રશી લઈ શકે તે‌વી વિકલ્પીક સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે આજે વિરપુર તાલુકામાં રસી મુકવામાં આવી હતી જેમાં પહેલા દિવસે આરોગ્ય વિભાગને રસી મુકવામાં સારી સફળતા મળી હતી વિરપુર સીએચસી ખાતે રસી મુકવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

જેમાં તાલુકાના આરોગ્ય વિભાગ કર્મચારીઓ એમબીબીએસ ડોક્ટરો,આશા વર્કર,આયુષ ડોક્ટર,લેબ ટેકનિશીયન,આરબીકેએસકે ડોક્ટર સહિતના આરોગ્ય વિભાગના અને વિરપુર તાલુકાના ડોક્ટરોએ એમ ૧૫૦ જેટલા કોરોના વોરીયર્સને રસી મુકવામાં આવી હતી જેમાં એકપણ કર્મચારી કે ડોક્ટરોને કોઈપણ પ્રકારની આડઅસર જોવા મળી ન હતી…


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.