Western Times News

Gujarati News

લગ્નની લાલચ આપી ૧૪ વર્ષની સગીરા સાથે હાટલમાં દુષ્કર્મ

સુરત, રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદ, મહેસાણા, રાજકોટ બાદ ફરી એકવાર સુરતમાંથી કિશોરી સાથે દુષ્કર્મ આચરાયુ હોવાની ઘટના સામે આવી છે.

શહેરના ઇચ્છાપોર વિસ્તારમાં એક ૧૪ વર્ષની કિશોરી સાથે હાટલમાં વારંવાર દુષ્કર્મ આચરાયુ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે, આ મામલે પોલીસે એક શખ્સની ધરપકડ પણ કરી લીધી છે. ઘટનાની વિગતો એવી છે કે, સુરતમાં વધુ એકવાર કિશોરી સાથે દુષ્કર્મ આચરાયું હોવાનું સામે આવ્યુ છે. પોલીસ ફરિયાદ અનુસાર, શહેરના ઇચ્છાપોર વિસ્તારની આ દુષ્કર્મની ઘટના ઘટી છે.

અહીં રાહુલ સંજય વાઘ નામનો એક શખ્સે એક ૧૪ વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ આર્ચયુ છે. આરોપી કિશોરીને લગ્નની લાલચ આપીને સુંવાલી અને હાટલમાં લઇ જઇને વારંવાર દુષ્કર્મ આચરતો હતો, જોકે, ગઇ ૮ ફેબ્રુઆરીએ પણ આ જ ઘટના ઘટી, આરોપી રાહુલ કિશોરીને દુષ્કર્મ આચરવા લઇ ગયો, કિશોરી પોતાના ઘરે સમયે પરત ના ફરી તો ચિંતાતુર પરિવારે શોધખોળ શરૂ કરી હતી.

જોકે, મોડી રાત્રે કિશોરી રડતી રડતી પોતાના ઘરે પરત ફરી હતી, આ પછી પરિવારની પુછપરછ બાદ સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. હાલમાં આ મામલે ઇચ્છાપોર પોલીસમાં આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, પોલીસે ગુનો નોંધી આરોપી રાહુલ સંજય વાઘની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.SS1MS

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.