26 વર્ષીય યુવતીની લાશ મળતા હત્યા કરેલી હોવાની શંકા
બળાત્કારની શંકા વ્યક્ત કરવામાં આવી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, યુવતીની લાશને કૂતરાં અને અન્ય પ્રાણીઓએ ફાડી ખાધી હતી
૨૬ વર્ષીય યુવતીની લાશ હત્યા શંકા
અમદાવાદ, વિસનગર તાલુકામાં આવેલા બાસણા ગામ પાસેથી ગુરુવારની સવારે અવાવરુ જગ્યાએથી એક ૨૬ વર્ષીય યુવતીની લાશ મળી આવી હતી. મહેસાણા પોલીસના જણાવ્યા મુજબ, જે જગ્યાએથી યુવતીની લાશ મળી એનાથી ૫૦૦ મીટર દૂર તેના કપડાં અને બેગ મળી આવી હતી. જેનાથી એવું લાગી રહ્યું છે કે, હત્યારાએ આ કૃત્યને અંજામ આપ્યા બાદ ભાગતી વખતે કપડાં અને બેગ ત્યાં છોડી દીધી હશે. A 26-year-old girl’s body is suspected to have been murdered
જાે કે, પોલીસે પીડિતાનું નામ હજુ સુધી જાહેર કર્યુ નથી, કારણ કે તેમને શંકા છે કે યુવતીનો બળાત્કાર કર્યા બાદ આરોપીએ દુપટ્ટાની મદદથી તેનું ગળુ દબાવી દીધુ હશે. તો મહેસાણા પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ, એવું લાગી રહ્યું છે કે યુવતીની લાશને કૂતરાં કે અન્ય પ્રાણીઓએ ફાડી ખાધી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે કે, મંગળવારની સાંજે તેની હત્યા કરવામાં આવી હોઈ શકે છે.
એક મજૂરે મર્ચન્ટ એન્જિનિયરિંગ કૉલેજની પાસે એક ખેતરમાં ગુરુવારે આ લાશ જાેઈ હતી. જે બાદ મજૂરે આ વાતની જાણ પોલીસને કરી હતી. બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશ કબજે કરી હતી. બાદમાં આ યુવતીની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી, એવું DySP ડીએમ ચૌહાણે જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું કે, મૃતક યુવતી વાલમ ગામમાં પોતાના મામાના ઘરે રહેતી હતી.
લગભગ એક વર્ષથી તે મહેસાણામાં આવેલા એક મૉલમાં કામ કરતી હતી. તે દરરોજ વાલમથી મહેસાણા અપ ડાઉન કરતી હતી. મંગળવારની સાંજે તે ઘરે પરત ફરી નહોતી. જે બાદ તેના પરિવારના સભ્યોએ તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો મોબાઈલ ફોન પણ બંધ આવતો હતો.
યુવતી મળી ન આવતા પરિવારના સભ્યોએ મહેસાણા પોલીસનો સંપર્ક કર્યો હતો. બાદમાં મહેસાણા એ ડિવીઝન પોલીસ અને વિસનગર તાલુકા પોલીસે યુવતીને શોધવા માટે સંયુક્ત તપાસ હાથ ધરી હતી. જે બાદ પોલીસને ગુરુવારની સવારે યુવતીની લાશ મળી આવતા વિસનગર તાલુકા પોલીસે અજાણ્યા શખસ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
DySP ડીએમ ચૌહાણના જણાવ્યા મુજબ, તેઓએ ફોરેન્સિકની મદદથી ઘટના સ્થળની તપાસ કરી હતી અને ડૉક્ટરોની એક પેનલ દ્વારા યુવતીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ હત્યાના મામલે પુરાવા એકત્રિત કરવા માટે પોલીસ મૃતક યુવતીના મોબાઈલ ફોનને શોધી રહી છે, જે હાલ સ્વિચ ઓફ આવી રહ્યો છે. તપાસકર્તાઓએ મૃતક યુવતીના મોબાઈલ ફોનની કોલ ડિટેઈલ પણ એકત્રિત કરી છે,
જેથી એ જાણી શકાય કે પીડિતા કોના સંપર્કમાં હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, જાે કે, પરિવારના સભ્યો દ્વારા કોઈના પર શંકા વ્યક્ત કરવામાં આવી નથી. પોલીસે પીડિતાના નામનો પણ ખુલાસો કર્યો નથી, કારણ કે તેમને શંકા છે કે દુપટ્ટાની મદદથી યુવતીનું ગળુ દબાવ્યા પહેલાં તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે આ ઘટનાને અંજામ આપનારા શખ્સને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.ss1