Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

સામંથાની ૧૦માં ધોરણની માર્કશીટ લોકોના હોશ ઉડાવી રહી છે

માર્ક્‌સ જાેઇને આંખો પહોળી થઇ જશે

સામંથા રૂથે ગણિતની સાથે તેને અંગ્રેજી અને ફિઝિક્સ જેવા વિષયોમાં પણ ખૂબ જ સારા ગુણ મેળવ્યા છે

એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુનું ૧૦માં ધોરણનું રિઝલ્ટ વાયરલ

મુંબઈ, સામંથા રૂથ પ્રભુ સોશિયલે મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અભિનેત્રી તેના ચાહકો માટે ફોટો અને વિડિયોઝ શેર કરતી રહે છે અને પોતાની હેલ્થ અપડેટ પણ ચાહકોને આપતી રહે છે. હાલમાં જ સામંથા રૂથ પ્રભુ સ્ટારર શાકુંતલમ રિલીઝ થઈ છે, જેને ચાહકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. Topper Samantha Ruth Prabhu Marksheet went Viral

સામંથા એક્ટીંગ જ નહીં, પરંતુ ભણવામાં પણ એટલી જ હોંશિયાર હતી. જેનો અંદાજાે તેની ધોરણ ૧૦ની માર્કશીટ પરથી લગાવી શકાય છે. બોલીવૂડ સ્ટાર્સની માર્કશીટ સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. સાઉથ સિનેમાની લીડિંગ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુનું દસમા ધોરણનું રિપોર્ટ કાર્ડ વાયરલ થઈ રહ્યું છે.

અભિનેત્રીના એક ચાહકે સામંથાની માર્કશીટ શેર કરી છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ માર્કશીટ જાેતાં જ ખબર પડે કે અભિનેત્રી ભણવામાં કેટલી હોંશિયાર હતી. સામંથાની ૧૦મી માર્કશીટ લોકોના હોશ ઉડાવી રહી છે. ગણિતની સાથે તેને અંગ્રેજી અને ફિઝિક્સ જેવા વિષયોમાં પણ ખૂબ જ સારા ગુણ મેળવ્યા છે. આ માર્કશીટમાં જાેઈ શકાય છે કે સમાંથાને ગણિતમાં ૧૦૦ માર્ક્‌સ મળ્યા છે.

એટલું જ નહીં, સમાંથાએ અંગ્રેજીમાં ૯૦, ફિઝિક્સમાંમાં ૯૫ માર્ક્‌સ મેળવ્યા છે. સામંથાએ કુલ ૧૦૦૦માંથી ૮૮૭ માર્ક્‌સ મેળવ્યા છે. તે મુજબ તેણે ૮૮.૭% માર્ક્‌સ મેળવ્યા છે. ફેન્સ દ્વારા શેર કરવામાં આવેલી માર્કશીટ સાથે ટ્‌વીટમાં લખ્યું છે કે, ટોપર હંમેશા ટોપર રહેશે. તેણે બધી ભૂમિકાઓ ખૂબ સારી રીતે ભજવી છે! વિદ્યાર્થી હોય, પુત્રી હોય, અભિનેત્રી હોય, પત્ની હોય, વહુ હોય કે માતા હોય…

સામંથાએ લાખો દિલ જીતી લીધા છે. આ રહ્યો #Samનો પ્રોગ્રેસ રિપોર્ટ. આ માર્કશીટ અને તેના પર લોકોના રિએક્શનને લઈને અત્યાર સુધી સમાંથા તરફથી પણ રિએક્શન આવી ગયું છે. પોતાની માર્કશીટ શેર કરતી વખતે તેણે લખ્યું છે કે, ‘હાહા આ ફરી વાયરલ થઈ ગઈ’. સામંથાએ તેની સાથે એક લવ ઈમોજી પણ શેર કરી છે.

સામંથા રૂથ પ્રભુની આ પ્રતિક્રિયા પર ચાહકોએ હાર્ટ ઇમોજી શેર કર્યા છે તેમજ અભિનેત્રીના વખાણ પણ થઇ રહ્યાં છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલમાં જ સામંથાની ફિલ્મ ‘શાકુંતલમ’ રીલિઝ થઈ છે. આ સિવાય તે વિજય દેવેરાકોંડા સાથે તેની આગામી ફિલ્મ ‘ખુશી’ની પણ તૈયારી કરી રહી છે.ss1

Copyright © All rights reserved. | Developed by Aneri Developers