Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

Boss Lady બનીને આલિયા ભટ્ટે શેર કર્યો ફોર્મલ લુક

રાહાની મમ્મીએ ફરી વધાર્યુ ઈન્ટરનેટનું તાપમાન

આલિયા ભટ્ટ પોતાના ફેન્સને ના ફક્ત એન્ટરટેઇન કરવા પરંતુ લોકોના દિલો પર રાજ કરવા માટે પણ જાણીતી છે

મુંબઈ, આલિયા ભટ્ટની ફેશન સેન્સ અવાર-નવાર ટૉક ઓફ ધ ટાઉન બનેલી રહે છે. હાલમાં જ એકેટ્રેસે ફોર્મલ લુકમાં પોતાની અમુક તસવીરો શેર કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક્ટ્રેસના ફોટો ના ફક્ત ઝડપથી વાયરલ થઈ રહી છે. પરંતુ, લોકોને રાહાની મમ્મીનો આ લુક ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ ફોટોશૂટ દરમિયાન આલિયા ભટ્ટે બ્લૂ કલરની શર્ટની સાથે કોટ-પેન્ટ પહેરેલો છે. Alia Bhatt shared a formal look as Boss Lady

એક્ટ્રેસે કોટ પર ખૂબ જ સુંદર બ્રોચ પણ લગાવેલું જાેવા મળ્યું છે. આલિયાએ ડાર્ક બ્લૂ કલરની ટાઈ અને ડીસેન્ટ સ્ટડ્‌સની સાથે પોતાના આ લુકને કમ્પ્લીટ કર્યો છે. આલિયા ભટ્ટ પોતાના ફેન્સને ના ફક્ત એન્ટરટેઇન કરવા પરંતુ લોકોના દિલો પર રાજ કરવા માટે પણ જાણીતી છે. એક્ટ્રેસના ખુલ્લા વાળ અને સટલ મેકઅપ તેણીના લુકને ચારચાંદ લગાવી રહ્યા છે. આલિયા ભટ્ટના ક્લોઝ અપ લુકને જાેયા બાદ ફેન્સ તેના દીવાના બનાવી રહ્યા છે.

 

તેના આ ફોટોથી ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. આ ફોટોમાં તમે આલિયા ભટ્ટને સોફા પર બેસીને પોઝ આપતા જાેઈ શકો છો. એક્ટ્રેસની હૉટનેસ હાલ સોશિયલ મીડિયાનું તાપમાન વધારી રહ્યા છે. રાહાની મમ્મી હાલ પોતાની પેરેન્ટિંગના સફરને એન્જાેય કરી રહી છે. એક્ટ્રેસ પોતાની દીકરી રાહાની પરવરિશમાં સખત મહેનત કરી રહી છે.આલિયા ભટ્ટનો આ નવો લુક લોકોની ફેશન સેન્સને ઈન્સપાયર કરવાની ક્ષમતા રાખે છે.

 

તમને જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર આલિયા ભટ્ટને ૭૬.૯ મિલિયન લોકો ફોલો કરે છે. કોમેન્ટ સેક્શનમાં આલિયા ભટ્ટના ફોટો અપલોડ થતાંની સાથે જ ફેન્સ સતત કોમેન્ટ કરીને એક્ટ્રેસના વખાણ કરી રહ્યા છે. ફેન્સે કોમેન્ટ્‌સમાં વખાણ કરતાં લખ્યુ કે, ‘ગુલાબો ઝરા ઈત્તર ગીરા દો’, આ સાથે અન્ય એક ફેન્સે કોમેન્ટ કરીને લખ્યું છે ‘બોસ લેડી. જાે આલિયા ભટ્ટના વર્કફ્રન્ટની વાત કરીએ તો છેલ્લે તેણી પતિ રણવીર સિંહ સાથે ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જાેવા મળી હતી. આ સાથે તેણી ખૂબ જ જલ્દી હોલિવૂડમાં પણ જાેવા મળશે.ss1

 

Copyright © All rights reserved. | Developed by Aneri Developers