બાળકો પર પ્રતિકૂળ અસર અંગે ટીકટોક સામે કેસ દાખલ કરાયો
વોશિંગ્ટન, ચાઇનીઝ એપ ટીકટોકસામે અમેરિકામાં હજારો માતા-પિતા એકજૂટ થઇ ગયા છે. બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર આ એપની પ્રતિકૂળ અસરો અંગે ૫,૦૦૦થી વધુ માતા-પિતાએ ટીકટોકસામે કેસ દાખલ કરી દીધો છે. ટીકટોકએપ એક સમયે અમેરિકામાં તેના મનોરંજક કન્ટેન્ટ માટે ખૂબ જ લોકપ્રિય હતી. ઉલ્લેખનીય છે કે આ એપ ભારતમાં પ્રતિબંધિત છે.
આ મામલે ઘણાં માતા-પિતાએ ટીકટોકને ડિજિટલ યુગના તંબાકુ કરતા પણ વધુ ખતરનાક નશો ગણાવ્યો છે. આ એપને ટીનેજરોના માનસિક સ્વાસ્થ્ય પર માઠી અસર માટે જવાબદાર ગણાવાઈ રહી છે. હવે તેની સામે તપાસ શરૂ થઈ ચૂકી છે. ટીકટોકસામે કાનૂની કાર્યવાહીની શરૂઆતના નેતૃત્વમાં થઇ હતી જે હવે આગળ વધતી જઇ રહી છે. હજારો માતા-પિતા ચીનની માલિકી હેઠળની દિગ્ગજ કંપની સામે કાર્યવાહીની માગ કરી રહ્યા છે.
અમેરિકાના કનેક્ટિકટ રાજ્યના હર્ટફોર્ડની વતની બ્રિટની એડવર્ડ્સ પણ ટીકટોકસામે કેસ દાખલ કરનારા માતા-પિતામાં સામેલ છે. તે કહે છે કે મારી દીકરીને ટીકટોકની લત લાગી ગઈ છે.
મેં તેની ટીકટોકપોસ્ટમાં એવું પણ જાેયું કે જેનાથી લાગ્યું કે તે પોતાની જાતને નુકસાન પહોંચાડી શકે છે. તેના પછી મને આ એપના નુકસાન વિશે આભાસ થયો. માહિતી અનુસાર કેસમાં દાવો કરાયો હતો કે ટિક ટોકે જુલાઈ ૨૦૨૩માં એક વિવાદિત પગલું ભરતાં નવો નિયમ લાગુ કર્યો હતો જેમાં દાવો કર્યો કે કોઈ પણ માતા-પિતા તેમના બાળકના ટિકટોક પર એકાઉન્ટ બનાવાયાના એક વર્ષ બાદ પ્લેટફોર્મ સામે કોઈપણ પ્રકારનો દાવો નહીં કરી શકે. SS2SS