Western Times News

Gujarati News

ઝઘડિયા તાલુકાના તલોદરા ગામેથી માદા દીપડો ઝડપાયો

દસ દિવસથી તલોદરાની આસપાસ દેખાતા દીપડાને ગ્રામ પંચાયતની રજૂઆત બાદ વન વિભાગે પાંજરે પુર્યો

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ઝઘડિયા પંથકમાં દિવસે દિવસે જાહેરમાં દીપડાઓ દેખાવાની ઘટનાઓ વધવા પામી છે. ઝઘડિયા પંથકના નર્મદા કિનારા વિસ્તાર તથા ઉપરવાસના વિસ્તારમાં શેરડીના ખેતરોમાં આશરો લઈ સિક્કાની શોધમાં રહેતા દીપડાઓ જાહેરમાં દેખાઈ રહ્યા છે.

દસ દિવસ પહેલા ઝઘડિયાથી વાલિયાના રોડ પર આવેલ તલોદરા ગામ પાસે મુખ્ય રોડ નજીકના ફાર્મ હાઉસની આજુબાજુમાં દીપડાએ દેખા દીધી હતી. ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતમાં રજૂઆત કરતા ગ્રામ પંચાયતે ઝઘડિયા વન વિભાગને લેખિતમાં દીપડો પકડવા માટે પાંજરું ગોઠવવાની રજૂઆત કરી હતી.

તલોદરા ગ્રામ પંચાયતની રજૂઆત બાદ એક અઠવાડિયા પહેલા વન વિભાગ દ્વારા મારણ મૂકી પાંજરુ ગોઠવવામાં આવ્યું હતું.જેમાં ગતરોજ રાત્રીએ દીપડો પાંજરામાં પુરાયો હતો.જેને આજરોજ ઝઘડિયા વન વિભાગ કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો જ્યાંથી તેને સલામત સ્થળે છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ઝડપાયેલ દિપડો આશરે સવા વર્ષની ઉંમરનો માદા દીપડો હોવાનો વન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.