હેકરે ટીએમસીના ટિ્વટર એકાઉન્ટનાં પ્રોફાઇલ પિક્ચર-નામ બદલી નાખ્યાં
કોલકાતા, આજે તૃણમૂલ કોંગ્રેસનું સત્તાવાર ટિ્વટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું. હેકરે ટીએમસીના ટિ્વટર એકાઉન્ટની પ્રોફાઇલ પિક્ચર અને નામ બદલી નાખ્યું છે. ટિ્વટર હેન્ડલનું નામ બદલીને ‘યુગ લેબ્સ’ રાખવામાં આવ્યું હતું. યુગ લેબ્સ એ યુએસ સ્થિત બ્લોકચેન ટેક્નોલોજી કંપની છે જે એનએફટીએસ અને ડિજિટલ સંગ્રહનો વિકાસ કરે છે. તે ક્રિપ્ટોકરન્સી અને ડિજિટલ મીડિયામાં વિશેષતા ધરાવતી કંપની પણ છે.
આ અગાઉ પણ અનેક પાર્ટીઓના ટિ્વટર હેન્ડલ હેક થઈ ચૂક્યા છે. ગયા વર્ષે ૧૦ ડિસેમ્બરના રોજ, વાયએસઆર કોંગ્રેસનું સત્તાવાર ટિ્વટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું. આ એકાઉન્ટ પર ક્રિપ્ટો કરન્સીની તરફેણમાં ટિ્વટ કરવામાં આવી હતી. પાર્ટીનું ટિ્વટર બાયો પણ બદલાઈ ગયું છે. ઓક્ટોબરમાં તેલુગુ દેશમ પાર્ટીનું સત્તાવાર ટિ્વટર એકાઉન્ટ પણ હેક કરવામાં આવ્યું હતું. એપ્રિલ ૨૦૨૨માં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કાર્યાલયનું સત્તાવાર ટિ્વટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું. SS2.PG