Western Times News

Gujarati News

Twitter CEO Elon Musk ધનિકોની યાદીમાં ફરીથી ટોચ પર પહોંચી ગયા

વોશિંગ્ટન, એલોન મસ્ક ફરી એકવાર વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓની યાદી ટોપનું સ્થાન હાંસલ કરી લીધું છે. બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર, ૧૮૭ બિલિયન ડોલરની નેટવર્થ સાથે, મસ્ક ફરી એકવાર ધનિકની યાદીમાં પ્રથમ નંબરે સ્થાન મેળવ્યું છે. તેણે ફ્રેન્ચ લક્ઝરી બ્રાન્ડ લુઈસ ફાઈનાન્સના સીઈઓ બર્નાર્ડ આર્નોલ્ટને પાછળ છોડી દીધા છે, જે ગયા વર્ષે અમીરોની યાદીમાં પ્રથમ સ્થાને પહોંચ્યા હતા.

આ વર્ષની શરૂઆતમાં એલોન મસ્કની કુલ સંપત્તિ ૧૩૭ અબજ ડોલર હતી. બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર, તેમની સંપત્તિમાં માત્ર ૨ મહિનામાં ૫૦ બિલિયન ડોલરથી વધુનો ઉછાળો જાેવા મળ્યો છે. હવે તેમની સંપત્તિ ૧૮૭ બિલિયન ડોલર પર પહોંચી ગઈ છે. બર્નાર્ડ આર્નોલ્ટની નેટવર્થ આ વર્ષે ૨૩.૩ બિલિયન ડોલર વધીને ૧૮૫ બિલિયન ડોલર પર પહોંચી ગઈ છે. જેફ બેઝોસ ત્રીજા સ્થાને છે. તેમની સંપત્તિ ૧૧૭ અબજ ડોલર છે. બિલ ગેટ્‌સ ૧૧૪ બિલિયન ડોલરની નેટવર્થ સાથે ચોથા ક્રમે છે. ગયા વર્ષે મસ્કે સૌથી વધુ સંપત્તિ ગુમાવવી અને એ મામલામાં ટોચ પર હતા, તો આ વર્ષની શરૂઆતથી તેમની કંપનીના શેરમાં વધારાને કારણે નેટવર્થમાં વધારો થયો હતો. SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.