Western Times News

Gujarati News

Cricketer શાર્દુલ ઠાકુરના મિતાલી પારૂલકર સાથે લગ્ન

કર્જત, ટીમ ઈન્ડિયાના વધુ એક સ્ટાર ક્રિકેટરે લગ્ન કર્યા હતા અને આ લગ્નમાં ભારતીય ટીમના કેપ્ટન સહિત ક્રિકેટરોએ હાજરી આપી હતી. આ પ્રસંગે શ્રેયસ ઐય્યરે જાેરદાર ડાન્સ કર્યો હતો. લગ્ન પ્રસંગની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. Cricketer Shardul Thakur married Mithali Parulkar

 

View this post on Instagram

 

A post shared by Shardul Thakur (@shardul_thakur)


ભારતીય ટીમના ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરે ગઈકાલે મરાઠી રીતિ-રિવાજ મુજબ મિતાલી પારુલકર સાથે લગ્ન કર્યા હતા. બંને મરાઠી ટ્રેડિશનલ લુકમાં જાેવા મળ્યા હતા. આ લગ્ન પ્રસંગમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા પત્ની રિતિકા સાથે પહોચ્યા હતા. આ ઉપરાંત ટીમના અન્ય ખેલાડીઓએ સંગીત સેરેમનીમાં હાજરી આપી હતી જેમાં શ્રેયસ ઐય્યર, યઝુવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા પણ સામેલ હતા. આ લગ્ન પ્રસંગમાં શ્રેયસ ઐય્યરે જાેરદાર ડાન્સ કર્યો હતો.

શાર્દુલ ઠાકુરના લગ્નની તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ક્રિકેટ પ્રેમીઓ સોશિયલ મીડિયામાં આ બંને યુગલને શુભેચ્છા આપી રહ્યા છે. ભારતીય ટીમના ખેલાડી શાર્દુલ ઠાકુર પણ લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. ગઈકાલે તેણે મહારાષ્ટ્રના કર્જતમાં લગ્ન કર્યા હતા. આ પ્રસંગે ટીમ ઈન્ડિયાના સાથી ખેલાડી શ્રેયસ ઐય્યરે જાેરદાર ડાન્સ કર્યો હતો. રોહિત સહિત મુંબઈના સાથી ખેલાડીઓએ સંગીત સેરેમનીમાં ભાગ લીધો હતો. આ દરમિયાન શ્રેયસે ગીતો ગાયા અને કપલે ડાન્સ પણ કર્યો હતો.

શાર્દુલ ઠાકુરની મહેંદી સેરેમની ૨૫ તારીખે અને સંગીત સેરેમની ૨૬ તારીખે યોજાઈ હતી. સંગીત સેરેમનીમાં શાર્દુલે ફિલ્મ સૈરાટના ગીત ઝિંગાત પર જાેરદાર ડાન્સ કર્યો હતો. આ દરમિયાન શ્રેયાર ઐય્યરે પણ ડાન્સ કર્યો હતો. મિતાલી પારુલકર એક ઉદ્યોગસાહસિક છે અને થાણેમાં ઓલ ધ બેક્સ નામનું સ્ટાર્ટઅપ ચલાવે છે. તે Social Media પર પણ ખૂબ એક્ટિવ છે અને ઈન્સ્ટાગ્રામ પર તેના ૫ હજારથી વધુ ફોલોઅર્સ છે. જાેકે તેણીને લાઇમલાઇટમાં રહેવું પસંદ નથી. આ જ કારણ છે કે તેનું ઇન્સ્ટા એકાઉન્ટ ખાનગી છે. શાર્દુલ ઠાકુર અને મિતાલી પારુલકરે ૨૯ નવેમ્બર ૨૦૨૧ના રોજ એક ખાનગી સમારંભમાં સગાઈ કરી હતી. SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.