અમદાવાદમાં ગમે ત્યાં વાહનો પાર્ક કર્યા હશે તો મેમો આવશે
AIસોફ્ટવેરના આધારે નિયમ તોડનારને ચલણ મોકલાશે -AI સાથે અપડેટ કરી ટ્રાફિકના અલગ અલગ ૧૨ નિયમો તેમજ કોર્પોરેશનના ૧૦ નિયમનો ભંગ કરનાર સામે પગલાં લેવાશે
ટ્રાફિકને અડચણરૂપ વાહન ઉંભું રાખ્યું હોય કે કેટલાંક શોપીંગ કોમ્પલેક્ષની બહાર લોકો ગમે ત્યાં ગાડી કે સ્કુટર રસ્તા પર ઉભું રાખી દે છે, જેને કારણે ટ્રાફિકની સમસ્યા થાય છે. આવા વાહન ચાલકોને હવે ગાડી કે ટુ-વ્હીલર ઉભું હશે તો પણ મેમો આવી જશે.
અમદાવાદ, ગુજરાતના કોઈપણ શહેરમાં તમે જાવ એવા લોકો તમને ભટકાઈ જ જશે કે જેઓ ટ્રાફિકના નિયમોનો ભંગ કરતાં હશે. જોકે ટ્રાફિક અને પાલિકા બંનેના નિયમોનો ભંગ કરવો એ અમદાવાદમાં સરળ નહીં હોય.
કેમકે મહાનગરપાલિકા હવે આર્ટિફિસીયલ ઈન્ટેલિજન્સ થકી ૨૨ જેટલા નિયમોનો ભંગ કરનારાઓને પકડી પાડશે. કેટલાંક શોપીંગ કોમ્પલેક્ષની બહાર લોકો ગમે ત્યાં ગાડી કે સ્કુટર રસ્તા પર ઉભું રાખી દે છે, જેને કારણે ટ્રાફિકની સમસ્યા થાય છે. આવા વાહન ચાલકોને હવે ગાડી કે ટુ-વ્હીલર ઉભું હશે તો પણ મેમો આવી જશે.
ગુજરાતના કોઈપણ શહેરમાં તમે જાવ એવા લોકો તમને ભટકાઈ જ જશે કે જેઓ ટ્રાફિકના નિયમોનો ભંગ કરતાં હશે.જોકે ટ્રાફિક અને પાલિકા બંનેના નિયમોનો ભંગ કરવો એ અમદાવાદમાં સરળ નહીં હોય. કેમકે મહાનગરપાલિકા હવે ઓટો ઈન્ટેલિજન્સ થકી ૨૨ જેટલા નિયમોનો ભંગ કરનારાઓને પકડી પાડશે અને તમારા આવા નાના-મોટા ગુનાઓનો ઈતિહાસ ખોલી નાખશે.
અમદાવાદમાં હવે તમારી પર નજર રાખવા ઓટો ઈન્ટેલીજન્સ કામ કરતું થઈ જશે. જે સીસીટીવી સાથે જોડાઈને તમારી તમામ ગતિવિધિઓ સ્ટોર કરશે, તેનું એનાલિસીસ કરશે. જેના આધારે તમે નિયમભંગ કરવામાં કેવા રીઢા ખેલાડી છો, ક્યારે કેટલી વાર અને કયા કયા નિયમોનો ભંગ કર્યો છે એ બધો જ રેકોર્ડ પળવારમાં હાજર થઈ જશે અને એના આધારે ટ્રાફિક પોલીસ અને પાલિકા બંને તમને ઘેરીને દંડ વસૂલ કરશે.
અત્યાર સુધી માત્ર સિગ્નલ પર રેડ લાઈટના ભંગ બદલ દંડ ફટકારાતો હતો, પણ હવે આ સોફ્ટવેરને છૈં સાથે અપડેટ કરી ટ્રાફિકના અલગ અલગ ૧૨ નિયમો તેમજ કોર્પોરેશનના ૧૦ નિયમનો ભંગ કરનાર સામે પગલાં લેવાશે. જો કે એક બે નહીં પરંતુ ૨૨ નિયમો બાબતે હવે કોર્પોરેશનનું એઆઈનું સોફ્ટવેર કામ કરશે અને નિયમનું પાલન ન કરનાર વ્યક્તિને ઘરે મેમો મોકલી આપશે.
કયા કયા નિયમભંગ સામે કાર્યવાહી ?
• અવરોધ રૂપ વાહનો પાર્ક કરવા
• ત્રણ સવારી વાહન હાંકવું
• રેડ લાઈટમાં વાહન હંકારવું
• BRTSની લાઈનમાં વાહન ચલાવવું
• હેલ્મેટ ન પહેરવું
• રસ્તા પર કચરો ફેંકવો
• લોડીંગ વાહનોમાં ભરાયેલા કચરા પર પ્લાસ્ટિક ન ઢાંકવું